Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“સંસ્કૃત મહોત્સવ”  અંતર્ગત વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમ ઉજવણીનું આયોજન

Share

   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવાતમામ  શાળાઓમહાવિદ્યાલયોજન સામાન્યમાં સંસ્કૃત  ભાષાનું ગૌરવસંરક્ષણસંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડગાંધીનગર દ્વારા વિવિધ “પાંચ યોજના” ઓની રચના કરેલ છે. જે અંતર્ગત એક વિશેષ યોજના “ સંસ્કૃત સપ્તાહ યોજના અન્વયે ત્રિદિવસીય ઉજવણી તા.૦૬/૦૮/૨૦૨૫ બુધવારથી  તા.૦૮/૦૮/૨૦૨૫ શુક્રવાર દરમિયાન કલેકટર કચેરીભરૂચ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,  ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

 કાર્યક્રમ તારીખવાર આયોજન કરેલ બાબતોની માહિતી :- 

Advertisement

(૧)  તા.૦૬/૦૮/૨૦૨૫ ને બુધવારના રોજ  “સંસ્કૃત ગૌરવ યાત્રા” ઉજવણી કાર્યક્રમ

સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન સવારના ૦૮:૦૦ કલાકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીહોસ્ટેલ ગ્રાઉન્ડભરૂચથી કલા મંદિરશક્તિનાથ સર્કલથઈ  જેમાં શિક્ષકોવિદ્યાર્થીઓ અને માનવ મેદની સાથે પવિત્રસંગીતમય સંસ્કૃતમય વાતાવરણ સાથે ગૌરવભેર યાત્રાનું કલેકટર કચેરી સમાપન કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં

– ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રાચાર-પ્રસાર બાબતે વિવિધ સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલ વેદોઋષિમુનીઓસંસ્કૃતના વિદ્વાન કવિલેખકોઉપનિષદોપુરાણોઅરણ્યોમંત્રશાસ્ત્રવાસ્તુશાસ્ત્રને લગતું  સાહિત્ય વગેરની વિવિધ ચિત્રોબેનરો દ્વારા તેમજ વેશભૂષા દ્વારા સમજ સમજ આપવામાં આવશે.

– વેદોસંસ્કૃતના મંત્રોચ્ચાર  સાથે  આંમણત્રિત  મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીસંસ્કૃત ગૌરવ યાત્રાનું  પ્રસ્થાન કરવામાં આવશે.

– પદયાત્રા દરમ્યાન  સંસ્કૃતના શ્લોકોનર્મદા સ્તુતિભવાની અષ્ટકમવેદોચ્ચારગરબા સાથે સંસ્કૃત ભાષાના ગૌરવસંરક્ષણસંવર્ધનનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

– ગૌરવ યાત્રાની  પૂર્ણાહૂતિ પહેલાયાત્રામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનેશાળાને મહાનુભવોના વરદ હસ્તે  પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

(૨)  તા.૦૭/૦૮/૨૦૨૫  ગુરુવારના રોજ સંભાષણદિન ઉજવણી  કાર્યક્રમ

ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  તમામ શાળાઓમાં સંસ્કૃત સંભાષણની ઉજવની અન્વયે સંસ્કૃત ભાષાનાવિધવાનોને આંમત્રિત કરી સંસ્કૃત ભાષાના મહત્વને જન સમુદાય સુધી સંદેશો આપવામાં આવશે.

– તમામ શાળાઓમાં પ્રાર્થના સમારંભ સંસ્કૃતમા કરવોવ્યક્તિગતસમૂહમાં સંસ્કૃત ગીતસુભાષિતોનું સસ્વર ગાન કરાવવામાં આવશે.

– એક મિનિટ સ્પર્ધા,પ્રશ્નોત્તરી સ્પર્ધાચિત્ર સ્પર્ધાવેશભૂષા સાથે નાટયાત્મક રજૂઆતએકપાત્રીય અભિનય વગેરે પ્રવૃત્તિઓ કરી  સંસ્કૃત ભાષાનું મહત્વગૌરવપ્રચાર-પ્રસાર કરવાનું આયોજનકરવામાં આવેલ છે.

– તમામ પ્રવૃત્તિઓનો નાનો વિડીયોક્લીપ બનાવી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

 (૩) તા.૦૮-૦૮-૨૦૨૫ સંસ્કૃત સાહિત્યદિન  ઉજવણી કાર્યક્રમ

સંસ્કૃત  સાહિત્યદિન  ઉજવણી  કાર્યક્રમમાતરીયા તળાવશ્રવણ ચોકડીભરૂચ ખાતે બપોરના  ૦૪: ૦૦ કલાકથી ૦૬:૦૦ કલાક દરમિયાન સંસ્કૃત સાહિત્યના પ્રચાર- પ્રસાર અર્થે દબદબાભેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં

–      કાર્યક્રમનો પ્રારંભ સંસ્કૃતના વેદોચ્ચાર સાથે મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવશે. 

–      વિવિધ વેદોસંસ્કૃત સાહિત્યના પુસ્તકોકવિલેખકો વગેરેના પુસ્તકનું પ્રદર્શન તેમજ સંસ્કૃત ભાષાના નાટકોકથાઓનું  વિદ્યાર્થીઓ દ્વારા નાટયાત્મક રીતે રજૂઆતકરવાનું આયોજન.

–      વિદ્યાર્થીઓના આ કાર્યમાં શાળાઓના શિક્ષકોવિદ્યાર્થીઓ અને જનમેદની દ્વારા પ્રદર્શનની મુલાકાત લઈ તેમના ઉત્સાહમાં પ્રેરણાપ્રોત્સાહન પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવેલ છે.

–      કાર્યક્રમના અંતિમ ચરણમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓશાળાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પત્ર આપી સૌના કાર્યને સહારવામાં આવશે.

          આમ,પદાધિકારીશ્રીઓશિક્ષકશ્રીઓઅને વિદ્યાર્થીઓ થકી “સંસ્કૃત ત્રિદિવસીય  મહોત્સવ”ની ભરૂચ જિલ્લામાં હર્ષઉલ્લાસ અને ઉત્સાહ સાથે માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન અને સુમેળભર્યા સહકારથી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.


Share

Related posts

લોકડાઉનનાં સમયથી કોર્ટને લાગ્યું ગ્રહણ : કોર્ટ પ્રેકટીસનરોની હાલત કફોડી….

ProudOfGujarat

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

ProudOfGujarat

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!