નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક સંપન્ન
જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીશ્રીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી
ભરૂચ – મંગળવાર – નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
બેઠકમાં કલેક્ટરશ્રીએ ૧૫ ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સંભવંત સિતારામ સેવા ટ્રસ્ટના કંપાઉન્ડ ખાતે વાલીયા ખાતે કરવામાં આવશે.
કલેક્ટરશ્રીની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
