Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુંઠ નો ગાંગડો મળ્યો એટલે કંઇ ગાંધી ના બની જવાય ! અકલ અને નકલ -એ બે શબ્દો વચ્ચે જોજનો દુર નું અંતર છે!!

Share

આજે જાણે પત્રકાર બનવું એ વાત ને કેટલાક લોકોએ શોખ બનાવી લીધો છે!!? ગુજરાતી માં એક કહેવત છેકે “સુંઠ ના ગાંગડે ગાંધી ના બનાય ! “પત્રકારત્વ ” એ લોકશાહી નો આયનો છે.લોકોની સમસ્યાઓ તેમજ સમાજ માં બનતી સારી નરસી ઘટનાઓ પર અખબારી માધ્યમ થી પ્રકાશ પાડવો એ પત્રકાર નું કામ છે.પત્રકારત્વ એ લોકશાહીની એક અત્યંત જરૂરી અનિવાર્યતા છે.આજે ઇન્ટરનેટ ના મોટ‍ા નેટવર્ક ના વિકાસે મોબાઇલો પર રજુ થતા સોસિયલ મિડીયા નો વ્યાપ ખુબ વિસ્તૃત બની ગયોછે.વિશ્વના એક ખુણામાં બનતી નાની અમથી ઘટના પણ ખબર બનીને જુજ મીનીટો માં આખા વિશ્વમાં ફેલાઇ જતી આપણે જોઇએ છીએ.આજે જાણે પત્રકાર બનવુ એ એક જાતનો શોખ બની ગયુ હોય એવુ પણ લાગેછે ! ન્યુઝ વેબ પોર્ટલો પર પ્રકાશિત થતા કેટલાક સમાચારો,પોતાની જાતને પત્રકાર કહેવડાવતા કેટલાક પત્રકારો બેઠી કોપી કરીને વાયરલ કરતા હોયછે ! અને ઉપર જણાવેલ કહેવત મુજબ જાણે સુંઠનો ગાંગડો મળી ગયો હોય એટલે ગાંધી બની ગયા હોય એવો દેખાડો કરતા કેટલાક વોટ્સ એપીયા પત્રકારો આવી દેખીતી કોપી કરીને પત્રકારત્વ નો આનંદ લુટતા હોય એવુ લાગતુ હોયછે.”પત્રકારત્વ ” સાથે પોતાની જાતને સાંકળીને પત્રકાર હોવાનું ગૌરવ અનુભવવું એ પત્રકારનો હક છે,એમાં બે મત નથીજ…..પરંતુ કોઇની બેઠી કોપી કરવી એ વાત પત્રકારત્વ ના સિદ્ધાંત અને તેની ગરિમા ની વિરુદ્ધ છે.હા…કોઇ વાતે સમજ ના પડતી હોયતો એકબીજા સાથે વિચાર વિમર્શ કરાય તે જરુરી છે.પણ બેઠી કોપી કરવી તે વાત નૈતિક રીતે યોગ્ય નથી ગણાતી.અને આમ જોવા જઇએ તો અકલ અને નકલ એ બે શબ્દો વચ્ચે જોજનો દુરનું અંતર દેખાય છે.

Advertisement

Share

Related posts

તૌકતે વાવાઝોડા બાદ ખેડૂતોને વીજ પુરવઠો ૧૬ કલાક આપવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખનો MLA છોટુભાઈ વસાવા પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર જાણો શું કહ્યું…..???

ProudOfGujarat

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવા શરૂ કરાઈ, સાંસદ અને ડ્રાઇવર-કંડક્ટરનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!