Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સંસ્કૃત મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમની ભવ્ય શરૂઆત, સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

Share

ભરૂચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા અને તેના સંરક્ષણ-પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહ યોજવામાં આવી રહી છે. આ આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે મહોત્સવની શરૂઆત સંસ્કૃત ગૌરવ યાત્રાથી કરવામાં આવી હતી. યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ અને કલા મંદિર વિસ્તારોમાં ફરી અંતે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.
આ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃતપ્રેમીઓના ઉત્સાહભેર સહભાગી થયા હતા. યાત્રા દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ અને જાગૃતિનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન યાત્રામાં ભાગ લેનાર શાળાઓને મંચ પર મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આવતી બે દિવસમાં પણ વિવિધ સંસ્કૃત સંબંધી સ્પર્ધાઓ, વિચારગોષ્ઠીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.

Share

Related posts

અંકલેશ્વર : પી.એમ. મોદીના જન્મદિવસ નિમિતે ગરીબોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયું.

ProudOfGujarat

અંક્લેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ મુક રેલી આવેદનપત્ર અપાયાં: શિક્ષણ, આરોગ્ય, બેરોજગારીનાં મુદ્દે પ્રાંત અધિકારીને રજુઆત :

ProudOfGujarat

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!