Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Share

ભરૂચ
 આગામી તા.૯મી ઓગષ્ટવિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ,રાજપારડી ,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મીઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટવિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૫નાં કાર્યક્રમનું આયોજન જિલ્લાના ઝઘડીયા તાલુકાના પી.ડબલ્યુ.ડી ગ્રાઉન્ડ,રાજપારડી કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.  કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલે સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીકલાકારરમતવીરોઆદિજાતિ ખેડૂતોનું સન્માનજેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગસાંસ્કૃતિક કાર્યક્રમોપ્રાથમિક સુવિધાઓસ્ટેજ-મંડપસાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સુ.શ્રી નિશાજિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

નર્મદા સુગરને બેસ્ટ મેનેજમેન્ટનો વધુ બે નેશનલ એવોર્ડ મળ્યા.

ProudOfGujarat

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

ProudOfGujarat

અમદાવાદની AMTS અને BRTS માં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં મુસાફરી કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!