ભરૂચ.
મારવા વાળા કરતા બચાવાવાળો બહુ મોટો છે. અંકલેશ્વર ની નવી દિવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટી માં રહેતા એક પુરુષે રાત્રી ના 1 વાગ્યે ઘરે થી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવેલ પાણીમાં પડ્યા બાદ તેવો સતત હાથ હલાવતા રહ્યા હોય તેવો વહેલી સવાર માં ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ના નદીકિનારે પોહચતા સ્થાનિક નાવિકો ને જોવાતા પાણી માથી તેવો ને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પોહચી મોત ની છલાંગ લગાવેલ ભાઈ ને પૂછતાં તેવોએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છું વારંવાર પૂછતાં તેવો એ તેમની દીકરી નો મો.નં. આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી એ તેમના પરિવાર ની સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોત ની છલાંગ લગાવેલ પુરુષ ને તેના પરિવાર ને સોપેલ.
છેલ્લા 15 દિવસ માં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોત ની છલાંગ લગાવી હોઇ.સદનસીબે ત્રણેય ને બચાવી લેવા માં આવ્યા છે. દશામાતા ના વ્રત ના વિસર્જન ના બીજા દિવસે એક વૃધ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપર થી મોત વ્હાલુ કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવા માં આવેલ ત્યાર બાદ થોડા જ દિવસો માં એક યુવતી મોત ની છલાંગ લગાવેલ તેણી ને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારો ની મદદ થી બચાવી લેવામા આવેલ આજરોજ પણ એક આશરે 55 વર્ષ ની ઉમર ના એક પુરુષે મોત ની છલાંગ લગાવેલ તેને પણ ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ના નદીકિનારે થી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામા આવેલ છે આમ પંદર જ દિવસ માં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર થી મોત વ્હાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય.માટે તંત્ર દ્વારા વહેલા માં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે
પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો
નર્મદા મૈયા બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવાનો સિલસિલો યથાવત
Advertisement
