Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પતિના સતત માનસિક ત્રાસના કારણે પત્નીનું આપઘાત: ભરૂચમાં દુઃખદ ઘટના

Share

ભરૂચ

સુરત જિલ્લાના સાગર ચતુરભાઈ ભેસાણીયા, રેવન્યુ તલાટીની નોકરી કરતા, તેમની નાની બહેન હેતલના જીવનમાં તણાવના અને ત્રાસના અનેક તબક્કા જોવા મળ્યા. હેતલના પહેલાના લગ્ન નવસારીમાં થયા હતા, પરંતુ એક વર્ષ પછી પારિવારિક ઝઘડા અને તણાવને કારણે છૂટાછેડા થયા.છૂટાછેડાના પછી, હેતલએ જુનાગઢના મહેશ મનસુખ વોરા (લેવા પટેલ) સાથે બીજા લગ્ન કર્યા અને તેઓ ઝાડેશ્વર આંગન એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. લગ્ન પછીના થોડા જ દિવસોમાં, પતિ મહેશ સાથે જીવનમાં માવજત અને સમજૂતીના મામલે ઝઘડો શરૂ થયો. પતિ હેતલને જણાવ્યું કે “તારે પરિવારના કોઈ સભ્યો અને સગા સંબંધી ઘરે જવાનું નથી.” આસપાસના લોકો સાથે પણ વાતચીત કરવા દેતો ન હતો. મહેશની બહેનો હેતલને સતત ત્રાસ આપે છતાં તે દાંપત્ય જીવન સાચવવા બધું સહન કરતી રહી.આ ઉપરાંત, મહેશે હેતલને ખોટી માહિતી આપીને જણાવ્યું કે, તે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેનો સિવિલ એન્જિનિયર તરીકે કોઈ લાઈસન્સ નથી. આ સાથે, હેતલના સાસુએ બે સતત વિવાદિત મુદ્દા ઊભા કર્યા – એક એ કે, તેનાં ઘરેણાંને સાસુએ મહેશની બહેનને આપવાનું શરૂ કર્યું.આ સતત માનસિક ત્રાસને કારણે હેતલ ગુસ્સામાં આવી ગઈ હતી. આ દુખદ સ્થિતિમાં, હેતલે પોતાની આસપાસના તમામ તણાવ ને કારણે તેણે પોતાના ફલેટમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.આ ઘટનાને લઈ, પતિ અને અન્ય સંલગ્ન વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોધી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

કરજણનાં ધામણજામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં બે જગ્યાએ ચોરી થતા લોકોમાં ભય…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરાનો ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના મુનાફ પટેલના સુપુત્ર કૈફ પટેલની દક્ષિણ આફ્રિકા ખાતે CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!