ભારત માતાના જયઘોષથી મુખ્ય માર્ગ ગૂંજી ઉઠયો
ભરૂચ
Advertisement
સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’અભિયાનની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ-અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત થવા ખાતે વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જ્યારે આ મુખ્ય માર્ગ પર પસાર થઈ ત્યારે ‘વંદે માતરમ’અને ‘ભારત માતા કી જય’ના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ ગામના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
