Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ ટાઉન, વલણ અને ઇખર ગામમાંથી ૫૬.૩૫ લાખની વીજચોરી ઝડપાઇ

Share

ભરૂચ.

ભરૂચના પાલેજ સ્થિત ડી જી વી સી એલ કચેરીના તાબા હેઠળ આવતા ભરૂચના પાલેજ ટાઉન, કરજણ તાલુકાના વલણ અને આમોદના ઇખર ગામમાં વીજ કંપનીની ટીમોએ સઘન વીજ ચેકીંગ હાથ ધરી ૫૬.૩૫ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે વીજ કંપનીની ૩૧ ટીમોએ પાલેજ ટાઉન વલણ અને ઇખર ગામમાં સઘન વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.

Advertisement

વહેલી સવારે વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરાતા લોકો ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ગયા હતા. વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે પાલેજ ટાઉન સહિત વલણ અને ઇખર ગામમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. ઉપરોક્ત ત્રણ ગામમાં ૧૪૭૭ જોડાણો ચેક કરતા ૫૫ જોડણીમાં વીજ ગેરરીતિ તેમજ ૭ જોડાણોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. વીજ કંપનીની ટીમોએ ઉપરોક્ત ત્રણ ગામમાંથી ૫૬.૩૫ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ પંથકના ગામોમાં સતત વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


Share

Related posts

ટંકારીયાના બિલાલ ફરતે ગાળિયો કસાયો ટોળા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો…

ProudOfGujarat

રાજપીપળા જકાતનાકા થી વડીયા ગામ સુધીનો રસ્તો નહી બનતા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જુદા – જુદા ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!