Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મેળામાં લારી મુકવા મુદ્દે હંગામો કરનારા 4 સામે ફરિયાદ

Share

ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેની ઘટના
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઓફિસમાં હતો. તે વેળાં પોલીસ સ્ટેશનની બહાર ગંગુભાઇ હડકર સ્કૂલની સામે અચાનક બુમાબુમ થવાનો અવાજ આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. જ્યાં લોકોનું ટોળું ભેગુ થયું હતું. અને ચાર જણા એક બીજાને છુટાહાથથી મારામારી કરતાં હોવાનું જણાતાં પોલીસે તેમને છોડાવવા લાગતાં તેઓ વધુ ઉશ્કેરાઇને ઝઘડો કરવા લાગ્યાં હતા. જેના પગલે ટીમે જરૂરી બળ વાપરીને તેમનો ઝઘડો રોકી તેમને પકડ્યાં હતાં. તેમના નામ ઠામ પુછતાં તેમના નામ  તોસીફ મોહંમદ શેખ, મોહંમદ  કેફ મોહંમદમુનાફ શેખ, મુ્ખ્તાર સલીમ મન્સુરી, અસ્ફાક સલીમ મનસુરી હોવાનું માલુમ પડ્યું હતું. તેઓને ઝઘડો કરવા સબબ પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જન્માષ્ઠમીના મેળાને લઇને લારી ઉભી રાખવાની જગ્યા બાબતે તેમની વચ્ચે અંદરો-અંદર ઝડઘો કરી તેઓએ બખેડો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ચારેય વિરૂદ્ધ જાહેરમાં છુટાહાથની મારામારી કરી જાહેર શાંતીનો ભંગ કરવા સબબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

આમોદ નગરપાલિકામાં ત્રણ વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ : ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી

ProudOfGujarat

વાંકલ ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજી 400 મીટર લાંબા તિરંગો લહેરાવ્યો.

ProudOfGujarat

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!