Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

Share

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરાયું
ભરૂચ
ભારતમાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી  થનાર  છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
       આ અંગેનો કાર્યક્રમ શુક્રવારના રોજ સવારના ૯-૦૦ કલાકે સીતારામ સેવા ટ્રસ્ટ, આઈ.ટી.આઈ.ની સામે તા. વાલીયા, જી. ભરૂચ ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે.
    ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.
       આજે સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

ભરૂચના આચારવાડ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં 

ProudOfGujarat

અપના કામ બનતા ભાડ મેં જાએ જનતા જેવી ગીત ની પંગતી ને ખરા અર્થ માં તંત્ર સાથર્ક કરતું હોય તેમ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં જોવા મળતા આ દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે…ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે કે નિદ્રાધીન વહીવટી તંત્ર હવે તો જાગો….!!!

ProudOfGujarat

એસ.એલ.ડી હોમ્સ ખાતે ફૂલોથી હોળી તેમજ વિવિધ રંગબેરંગી કાર્યક્રમો યોજાતા હોળી ધુળેટીનું વાતાવરણ સર્જાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!