ભરૂચ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચના વાલિયામાં કોંગ્રેસ દ્વારા પ્રભાતજીનથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા,શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજય વસાવા, મનીષ વસાવા સહિતના આગેવાનો અને કાર્ડ ધારકો જોડાયા હતા. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ અંગે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Advertisement
બાઈટ
સંદીપ માંગરોળા- મહામંત્રી, પ્રદેશ કોંગ્રેસ
