ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાન નંબર-બી-23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસ સ્થળ પરથી 1 લાખથી વધુ રોકડા અને એક ફોર વહીલર,3 ટુ વહીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ,હિતેશ રસિક દાવડા,હસમુખ પરબત છાયા,કનુ ભાયલાલ રોહિત,મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર,જમન બચુ બુટાણી,હરસુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટીલને ઝડપી પાડ્યો હતો.
Advertisement
