Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કનગામ પ્રાથમિક સ્કૂલની પાછળ જુગાર રમતાં 4 ઝડપાયાં

Share

ભરૂચ.

કાવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કનગામ ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે ખુલ્લામાં કેટલાંક શખ્સોએ ટોળું વળી જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં 4 જણાને ઝડપી પાડ્યાં હતાં. તેમના નામ ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ પરમાર, પ્રધ્યુમનસિંહ ભારતસિંહ પરમાર, હરેશ ગણપતસિંહ પરમાર તેમજ ખુમાનસિંહ ઉર્ફે ખુમો ગંભીરસિંહ પઢિયાર હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા તેમજ જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat

આદર્શ આચાર સંહિતામાં ચૂંટણી પ્રચારમાં ગેરરીતી સહિતની બાબતોને સખત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

નેત્રંગ – વાલિયા રીજીનિયલ વોટર સપ્લાય સ્કીમ કરજણ ગ્રુપના મોવી ગામ ખાતે પાર્ક કરેલ જે.સી.બી ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!