Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

પ્રામાણિકતા આજે પણ જીવંત છે – 108 એમ્બ્યુલન્સ હાંસોટ ના કર્મચારીઓ એ 1.5 લાખ પરત આપી પ્રામાણિકતા નો દાખલો બેસાડ્યો……

Share

ભરૂચ જિલ્લામાં 108 હાંસોટ એમ્બ્યુલન્સમાં મોટિયેદ ગામ પાસેનો રોડ પર તારીખ 19/08/2025 ના સવારે આશરે 09:45 વાગે અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં હાંસોટ 108 ના લોક્શન પર ફરજ બજાવતા EMT – શર્મિલા બેન વસાવા અને PILOT – સોમાભાઈ વાઘડિયા, emt તેમજ pilot એ થોડો પણ સમય બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ કેસમાં જવા માટે રવાના થઈ ગયા હતા. અકસ્માત ઇમેરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો માલુમ પડ્યું કે રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધ ને કોઈ અજાણ્યા બાઈક સવારે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો જેમાં એક 56 વર્ષ ના વૃદ્વ ઘવાયા અને અર્ધ બેભાન હતા તેમજ નાની મોટી ઈજાઓ થઈ હતી,emt શર્મિલા બેને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપી ઝડપથી દર્દીને એમબ્યુલન્સ લીધા દર્દી સાથે કોઈ ના હોવાથી દર્દી ના ફોન થી એમના સગા સંબંધી નો સંપર્ક કરી દર્દી ને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ દરમ્યાન એમની પાસે આશરે રોકડ રકમ 1.5 લાખ રૂપિયા હતા જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા હોસ્પિટલના સ્ટાફ ની હાજરી માં વૃદ્વ ના સગા ને પરત આપેલ હતા. આજના જમાનામાં લોકો સાથે છેતરપિંડી ના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં હાંસોટ 108 લોકેશન દ્વારા ફરીથી પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ચાર ભેંસો ઝડપાઈ. બે આરોપીને ઝડપી પાડ્યા, બેને વોન્ટેડ જાહેર કરાયા.ભેંસોઅને પીકઅપ સહીત 3,30,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!