Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ નગરપાલિકામા સફાઈ કામદારોનુ શોષણ થતું હોવાથી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા યોજાઈ હતી

Share

ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુચરાજી મંદિરથી નગરપાલિકા કચેરી સુધી અધિકાર યાત્રા યોજવામા આવી હતી.
સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલના મરસિયા ગાઈ છાઝિયા લીધા હતા.અને પાલિકા પ્રમુખ હાય હાય, ભાજપ હાય હાય, ગુજરાત સરકાર હાય હાય,ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો દૂર કરો,જય ભીમ,’જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા’ જેવા અનેક સૂત્રોચાર સાથે આમોદ નગરપાલિકાને ગજવી મુકી હતી.ત્યાર બાદ આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને અને પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સાથે વાલ્મિકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેંધરી આપી હતી. નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ રાઠોડ,કારોબારી ચેરમેન હરીશભાઈ મહિડા,મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલભાઈ સોલંકી સહિત આમોદ નગરના વાલ્મિકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: આમોદ
બાઈટ: જીતુભાઇ બારૈયા – પ્રમુખ સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં એડવોકેટ એજાઝ શેખ દ્વારા ધ્વજવંદન કરાયું…

ProudOfGujarat

અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ પહોંચ્યું રેડ ઝોનમાં કેવી રીતે ?

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા ગત રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!