Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો, ખેડૂતો રસાયણમુક્ત ખેતી તરફ વળ્યા

Share

 ભરૂચ

પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે લાભદાયી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં જાગૃતિ વધી રહી છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યેની વધતી જાગૃતિથી રસાયણમુક્ત ખેતીને વેગ મળ્યો છે. આ જાગૃતિના પરિણામેજિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો (બાયો ઇનપુટ) જેવા કે જીવામૃતબીજામૃતઘન-જીવામૃતનીમાસ્ત્રઅગ્નિઅસ્ત્રબ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્કના વેચાણમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ઉપલબ્ધી જીલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી તરફ વધતી જાગરૂકતા અને રસાયણિક ખાતરોના વિકલ્પનાં રૂપમાં પર્યાવરણ અનુકૂળ પ્રાકૃતિક સંસાધનોની સ્વીકૃતિ દર્શાવે છે. ભરૂચના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પ તરીકે પર્યાવરણને અનુકૂળ પ્રાકૃતિક સંસાધનોને સ્વીકારી રહ્યા છે. ખેડૂતો હવે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી વિકલ્પો તરફ વળ્યા છે. આ પરિવર્તન પાછળ જિલ્લાની આત્મા (ATMA – Agricultural Technology Management Agency) કચેરી દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમો અને સઘન તાલીમોનું સફળ આયોજન મુખ્ય કારણ છે.
 જિલ્લાની આત્મા કચેરી દ્વારા આયોજિત સઘન જાગૃતિ કાર્યક્રમો અને તાલીમોના ફળ સ્વરૂપે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યું છે. આત્મા કચેરીના પ્રયાસોથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માર્ગદર્શન મળ્યું છેજેના કારણે આ પ્રાકૃતિક સંસાધનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને રાસાયણિક ખાતરોનો વિકલ્પ મળ્યો છે.પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીંપણ ખેડૂતો માટે પણ આર્થિક રીતે લાભકારી સાબિત થઈ રહી છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છેજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે. પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીંપણ ખેડૂતો માટે પણ આર્થિક રીતે લાભકારી સાબિત થઈ રહી છે.

ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધતી રુચિએ સ્થાનિક સ્તરે તેના સંસાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. તાજેતરમાંજિલ્લાના ખેડૂતોએ વિવિધ પ્રાકૃતિક ઈનપુટ ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન કરીતેને સફળતાપૂર્વક વેચાણ કર્યું છે. પાછલા ત્રણ મહિનામાં સરકારશ્રી દ્નારા નક્કી કરેલા ભાવ મુજબ બાયો ઈનપુટ સિસોર્સ સેન્ટર ધરાવતા ખેડૂતો અન્ય ખેડૂતોને ઘરબેઠાં વેચાણ કરી વધારાની આવક પણ મેળવી રહ્યા છે.

Advertisement

*૭,૦૦૦ લીટર જીવામૃતનું ઉત્પાદનજેનો ભાવ રૂા. ૬ પ્રતિ લીટર રહ્યો.

 *૧,૨૩,૦૦૦ કિલો ઘન-જીવામૃતનું ઉત્પાદનજેનો ભાવ રૂા. ૮ પ્રતિ કિલો રહ્યો.

 *૨૦૬ લીટર અગ્નિઆસ્ત્રનું ઉત્પાદનજેનો ભાવ રૂા.૫૦ પ્રતિ લીટર રહ્યો.

 *૨૨૦ લીટર બ્રહ્માસ્ત્રનું ઉત્પાદનજેનો ભાવ રૂા.૧૨ પ્રતિ લીટર રહ્યો.

 *૩૮૦ લીટર દશપર્ણી અર્કનું ઉત્પાદનજેનો ભાવ રૂા.૧૭ પ્રતિ લીટર રહ્યો.

હવે બજારમાં મોંઘા ભાવે મળતા રસાયણો પાછળ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ બાયો ઇનપુટ્સ જમીનની ફળદ્રુપતા વધારવામાંપાકને રોગમુક્ત રાખવામાં અને અંતે વધુ ગુણવત્તાવાળા ઉત્પાદન મેળવવામાં મદદ કરશે. વધુમાં જીવામૃત /ધનામૃત બનાવવા તથા  તેના વિતરણ માટે માળખાકીય સુવિધાઓ વધારવા સરકાર દ્નારા વાર્ષિક સહાય પણ આપવામાં આવે છે. જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશામાં પ્રોત્સાહિત કરે છે. તોઆજે જ તમારા નજીકના બાયો ઇનપુટ સેન્ટરની મુલાકાત લો અને પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાઓ 


Share

Related posts

નડિયાદ : કપડવંજ પાસે નર્મદા નહેરની મધ્યમાં સગીરાએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : દર્શન હોટલનાં કંપાઉન્ડમાં ખાનગી ટ્રાવેલ્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર.

ProudOfGujarat

ગોધરા : અનોખો વિદાય સમારંભ : પટાવાળા વયનિવૃત થતા અધિક નિવાસી કલેક્ટરએ આપી સંવેદનાસભર વિદાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!