આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો.હિંદુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આ અવસરે કથાવર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો.
આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું.ત્રણ દિવસીય આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુહરી પ્રબોધસ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી.આ સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવામાં આવ્યું.”
Advertisement
