Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં હરિ પ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Share

આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો.હિંદુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આ અવસરે કથાવર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો.

આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું.ત્રણ દિવસીય આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુહરી પ્રબોધસ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી.આ સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવામાં આવ્યું.”

Advertisement

Share

Related posts

રાજપારડી પંથકનાં ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના પાલેજ ખાતે ઇદે મિલાદ પ્રસંગે મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફીના બયાનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં સલાહ આપનારા જ માસ્ક ન પહેરતા હોવાના આક્ષેપ, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!