Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું હતું.

Share

ભરૂચ : કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું હતું. DGP વિકાસ સહાયે અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવી, વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી. PI એ.એ. ચૌધરી (SOG ભરૂચ), PSI આર.કે. ટોરાણી (LCB ભરૂચ), PI એચ.બી. ઝાલા (દહેજ),ASI નિશાંતકુમાર જયસુખભાઈ પોશિયા (વાલિયા),UHC ભોપા ગફુરભાઈ (પેરોલ ફરલો સ્ક્વોડ ભરૂચ),UHC રાયસિંગ ગોવાભાઈ (વાલિયા),હાલના રાજ્ય કક્ષાના આ સન્માનથી સમગ્ર ભરૂચ પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ સર્જાયો છે…

Advertisement

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

અગાઉના ઝઘડાની રીસ રાખી મહિલા પર હુમલો, ચપ્પુથી મારવાનો પ્રયાસ 

ProudOfGujarat

છોટાઉદેપુર : એકલવ્ય કોલેજ કલારાણીના વિદ્યાર્થીઓએ ઝંડ હનુમાન તથા કડા ડેમની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!