Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝરૂખામાં ફક્ત આવીને જાય છે તો પણ તારી ઝલક નિહાળી મન પ્રેમથી ખુબ હરખાય છે

Share

 

કોલમઃ- પ્રેમની વસંત બારેમાસ
લેખકઃ- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Advertisement

સવારનો સમય છે અને અનેક લોકો રસ્તા પર ચાલવા નિકળ્યા છે. કેટલાક લોકો દોડી રહ્યા છે તો કેટલાક રસ્તાની બાજુ પર આવેલા બગીચામાં યોગ આસન પ્રાણાયામ તથા હળવી કસરત કરી રહ્યા છે. વડીલોની સાથે કેટલાય યુવાનો તથા બાળકો પણ બગીચામાં આવ્યા છે. બધા વ્યક્તિઓ કઇને કઇ કસરત કરી રહ્યા છે ત્યારે બાળકો કસરત કરવાના બદલે બગીચામાં ઝાડ પર બેઠેલા પક્ષીઓને નિહાળી રહ્યા છે અને પક્ષીઓનો કલરવ ધ્યાનથી સાંભળી રહ્યા છે. બાળકોએ વધુ અવાજ કરતા પક્ષીઓ ઉઠીને જતા રહે છે એટલે બાળકો સીધા કરસરત કરતા વ્યક્તિઓ પાસે પહોચી જાય છે અને સાથે જેવી આવડે તેવી કસરત કરવા લાગે છે. બાળકોની મીઠીમીઠી વાતો સાંભળીને બગીચામાં આવેલા વડીલો પણ ખુશ થઇ જાય છે. બગીચામાં સૌની સાથે કસરત કરવા માટે ગોપી અને નિલય સહિત અનેક યુવક યુવતિઓ આવી રહ્યા છે અને બધા સાથે મળીને વિવિધ પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. બગીચામાં બધા જ લોકો જ્ઞાતિ જાતીનો ભેદભાવ ભુલીને સામુહિક રીતે એકત્રીત થઇને સમાજીક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. ગોપી અને નિલય ઘણા સમયથી બગીચામાં સાથે સાથે કસરત કરતા હોવાથી સ્વાભાવીક રીતે એકબીજાના મનની વાતો કર્યા કરે છે અને સુખ દુઃખમાં મદદરૂપ બની રહ્યા છે. નિલયનો સ્વભાવ થોડો શાંત છે પરંતુ ગોપી ચપળ, ચંચળ છે. નિલય ફક્ત તેના કામથી મતલબ રાખે છે અને કોઇની સાથે કામ સિવાય વધુ વાતચીત કરતો નથી, જ્યારે ગોપી આખો દિવસ બોલબોલ કરે અને અજાણ્યા લોકો હોય તો પણ તેની મજાક કરવાની કોઇ તક જતી ન કરે. ગોપી અને નિલય નો સ્વભાવ એકબીજાથી એકદમ વિપરીત છે તેમ છતાં પણ બન્નેને એકબીજા વગર ચાલતુ નથી.
આજે નિલય બગીચામાં કસરત કરવા માટે આવે છે પરંતુ ગોપી ન આવી હોવાથી તેનુ મન કસરત કરવામાં લાગતુ નથી અને તે ચારેબાજુ ગોપીને શોધ્યા કરે છે. નિલય તો વહેલી સવારથી બગીચામાં આવી જાય છે પણ ત્રણ દિવસથી ગોપી ન આવતી હોવાથી તે ચિંતિત થઇ જાય છે અને ગોપીના ઘર પાસે ચક્કર લગાવવાનું શરૂ કરે છે પરંતુ ગોપી ક્યાંય દેખાતી નથી. નિલય ક્યારેય પણ ગોપીના ઘરે ગયો ન હોવાથી અને ગોપીના પરીવાર વિશે અપરીચીત હોવાથી ઘરે જવાનું ટાળે છે. પરંતુ ગોપીના ઘરની સામે નિલય ઉભો હોય છે ત્યારે અચાનક જ ગોપીના રૂમની બારી ખુલે છે. આ જોઇને નિલય હરખાઇ જાય છે અને ગોપીની એક ઝલક જોવા મળશે તેવી આશા બંધાય છે પરંતુ નિલયની આશા પરીપુર્ણ થાય તે પહેલા જ રૂમની બારી બંધ થઇ જાય છે અને તેને આખરે નિરાશા જ હાથમાં આવે છે. નિલયના અનેક દિવસોના પ્રયાસો છતાં ગોપીને જોઇ નથી શકતો કે ગોપી વિશે કોઇ પણ પ્રકારની માહીતી મેળવી શકતો નથી. તેમ છતાં પણ નિરાશ થયા વગર નિલય સતત પ્રયત્નો ચાલુ રાખે છે. નિલય પોતાના ઘરે શાંત બેસી રહ્યો હોય છે ત્યારે તેની પાસે મોટા ભાઇ આવીને કહે છે કે, નિલય તું ઝડપથી તૈયાર થઇ જા આપણે તારા માટે છોકરી જોવા માટે જવાનું છે. આ સાંભળીને નિલય કોઇ પ્રતિઉત્તર આપતો નથી અને સુમસામ બેસી રહ્યો છે. નિલય મનથી ગોપીને અનહદ પ્રેમ કરવા લાગ્યો છે એટલે કોઇ છોકરી જોવા માટે જવા તૈયાર થતો નથી. નિલય તેના મોટાભાઇને કહે છે કે, ભાઇ હજુ મારો અભ્યાસ ચાલુ છે અને હું વધુ આગળ અભ્યાસ કરવા માંગુ છું એટલે છોકરી જોવા જવાનું રહેવા દો. નિલયના બદલાયેલા વર્તનના કારણે ઘરમાં થોડી બોલાચાલી થાય છે અને આખરે નિલયના નિર્ણયને પરીવારના લોકો પણ સ્વીકારે છે. આ ઘટનાના થોડા દિવસો પછી નિલય જ્યારે ગોપીના ઘર પાસે પહોંચે છે તો જુએ છે તો ઘરમાં અનેક લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે અને દરેક લોકો નવા વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. ઘરને પણ ફુલો અને લાઇટીંગથી સજાવવામાં આવ્યુ છે. ઘરની બહાર ઢોલ નગારા શરણાઇના સુર સંભળાઇ રહ્યા છે. આ બધુ જોઇને નિલયના પગ નીચેથી ધરતી ખશી જાય છે અને નિલયને લાગે છે કે ઘરમાં ગોપીના લગ્નની ધામધુમથી તૈયારીઓ ચાલી રહી છે. તેમ છતાં પણ હિમ્મત કરીને પોતાની પ્રેમીકા વિશે સાચી માહીતી મેળવવા માટે નિલય ગોપીના ઘરમાં મહેમાનોની સાથે પ્રવેશ કરે છે અને જુએ છે તો લગ્નની ચોરીમાં ગોપી નથી. આ જોઇને નિલય ફરીથી હરખાઇ જાય છે અને તેના ચહેરા પરની રોનક ક્ષણમાં જ પાછી આવી જાય છે. એટલામાં જ ગોપી નિલયને જોઇ જાય છે અને પોતાની પાસે બોલાવે છે. નિલય જ્યારે ગોપી પાસે જાય છે ત્યારે તે જુએ છે કે ગોપી ટેકા વગર ઉભી નથી રહી શકતી અને પગમાં પાટો બાંધ્યો છે. આ શુ થઇ ગયુ? તેમ નિલય પુછે છે ત્યારે ગોપી કઇ જવાબ નથી આપતી અને માત્ર એટલુ જ કહે છે કે પાટો બાંધ્યો છે એટલે ચાલવામાં તકલીફ પડે છે. થોડા દિવસમાં પાટો છુટી જશે એટલે બગાચામાં કસરત કરવા આવી જઇશ. ગોપી આજે ગભરાયેલી અને મુંઝાયેલી લાગે છે એટલે થોડીવારમાં જ નિલય કહે છે કે, તારી તબીયત સાચવજે અને મારા લાયક કઇ પણ કામ હોય તો કહેજે. નિલય પહેલી વખત આજે ગોપીને પોતાનો મોબાઇન નંબર આપે છે અને ત્યાંથી રજા માંગે છે ત્યારે ગોપીના આગ્રહના કારણે નિલય રોકાય છે અને લગ્ન સમારંભમાં સાથે રહે છે. પરંતુ લગ્ન સમારંભ પુરો થયા પછી નિલય જતો રહે છે ત્યારે પરીવારજનો ગોપીને પુછે છે કે આ યુવક કોણ છે? ત્યારે ગોપી કહે છે કે તે નિલય છે અને અમે સાથે બગીચામાં યોગ કસરત કરતા હતા. પરંતુ તેને ઘરમાં લગ્ન સમારંભને કોઇ જાણ કારી ન હતી અને આજે તે મારી ખબર કાઢવા માટે આવ્યો હતો. પરીવારના લોકો ગોપીને પોતાના રૂમમાં લઇ જાય છે અને બાકીના લોકો પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે. નિલય ઘરે જઇને પણ ગોપીને યાદ કર્યા કરે છે અને બીજા દિવસે સવારે બગીચામાં કસરત કરવાના બદલે સીધો ગોપીના ઘર પાસે પહોંચી જાય છે. નિલય જ્યારે ઘરની બહાર ઉભો હોય છે ત્યારે ગોપી ઝરૂખામાં થોડી વાર માટે આવે છે. નિલય અને ગોપી એકબીજાને જોઇને પ્રેમથી હરખાઇ જાય છે. હવે આવો નિત્યક્રમ બની જાય છે અને નિલય ગોપીને ઘરના ઝરૂખામાં સતત નિહાળ્યા કરે છે. થોડા દિવસોમાં ગોપી સંપુર્ણ સ્વસ્થ્ય થઇ જાય છે અને બીગીચામાં સવારે કસરત કરવા માટે આવે છે ત્યારે નિલય તક ઝડપીને ગોપીને પોતાના મનની વાત જણાવે છે અને પ્રેમનો એકરાર કરે છે. જેનો ગોપી સહર્ષ સ્વિકાર કરે છે. ગોપી અને નિલય બગીચામાં આવીને કસરત કરવાની સાથે પ્રેમથી વાતો કર્યા કરે છે. ગોપી અને નિલય એકબીજાનો જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે અને કોઇ પણ પરીસ્થિતીમાં સાથે રહેવાનું નક્કી કરે છે. નિલય પોતાના ઘરે ગોપીની વાત કરે છે અને ગોપી પણ નિલય સાથે લગ્ન કરવા માટે પરીવારને રાજી કરે છે. તેમ છતાં પણ નિલય નિત્યક્રમ મુજબ ગોપીના ઘર પાસે આવીને ગોપીને ઝરૂખામાં નિહાળે છે અને બન્ને પ્રેમથી હરખાય છે.


Share

Related posts

અંકલેશ્વરનાં શાંતિનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : કેવડીયા પોલીસ સ્ટેશન ખાતેથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ગોધરામાં પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!