ભરૂચ
ભરૂચ જિલ્લાના ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં કઠોળનું વાવેતર કરી રહ્યા છે. આ સમયે, આત્મા પ્રોજેક્ટ (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પાકના સારા ઉત્પાદન માટે,વાવણી કરતા પહેલાં બીજને માવજત કરવી (બીજ પટ આપવો) અત્યંત જરૂરી છે. આ માટે બીજામૃત જેવું પ્રાકૃતિક ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ આપે છે. બીજામૃતનો ઉપયોગ કરવાથી બીજજન્ય રોગો અટકાવી શકાય છે અને પાકને શરૂઆતથી જ સ્વસ્થ બનાવી શકાય છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ટકાઉ ખેતી તરફ વાળવાનો અને તેમની આવકમાં વધારો કરવાનો છે. ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને કુદરતી અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે જિલ્લાના ખેડૂતોને રાસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરતા કહ્યું કે, ઉત્પાદનના સારા પરિણામો મેળવવા માટે દરેક ખેડૂતોએ વાવણી કરવા પહેલા બીજને પટ આપવો (બીજ સંસ્કાર) બહુ જ જરૂરી છે. તેના માટે બીજામૃત ખુબ જ ઉત્તમ છે. પ્રાકૃતિક ખેતીને વધારવા તથા બીજોની ગુણવતાને બહેતર બનાવવા બીજામૃત એક પ્રભાવી પ્રાકૃતિક ઉપાય છે. તે બીજના અંકુરણને વધારે છે, છોડની પ્રારંભિક વૃધ્ધિને મજબુત બનાવે છે, રાસાયણિક બીજ માવજત પરની નિર્ભરતા ઘટાડે છે.વધુમાં, આવનાર સીઝનમાં પાકોના બીયારણને બીજામૃતથી સંસ્કારીત કરી વધુ લાભ પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે માવજત થયેલા બિયારણોની વૃદ્ધિ જલ્દી અને સારી રીતે થઈ શકે. તેમજ બીજામૃત થી જમીન જન્ય રોગ તથા જીવાતો સામે ઝઝૂમવાની છોડને તાકાત મળે છે. બીજા બીજામૃતનો પટ આપવાથી બીજનો ઝડપી વિકાસ થાય છે.
