પંચમહાલ. રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લામાં છાસવારે પશૂચોરો દ્વારા ગૌવંશને ઉઠાવી જવાના બનાવો બનતા હોય છે.ગોધરા શહેર અને તેની આસપાસ પણ ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.આજકાલ ફોર વ્હીલ કારમાં ગૌવંશોને કતલખાને લઇ જવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે જેથી પોલીસને શક ના જાય..આ વર્ષ પહેલા ગોધરા શહેરના કનેલાવ આશ્રમની એક વાછરડીને કારમાં લઇ જવાનો પ્રયાસ આશ્રમના સંચાલકો દ્વારા નિષ્ફળ બનાવાયો હતો.ત્યારે હાલ સોશિયલ મીડીઆમાં એક વિડીઓ જીલ્લામા વાયરલ થઈ રહ્યો છે.જોકે આ વિડીઓ ક્યાનો છે તે સ્પષ્ટ નથી.જેમા કોઇ વિસ્તારમાં ગાય ચરી રહી છે. અને નજીક ઉભેલી કારમાંથી એક ઈસમ કઇક ખાવાનુ નાખે છે અને ગાય નજીક જાય છે.અને ખાવા માડે છે.ત્યારબાદ આગળના દરવાજામાંથી એક શખ્શ ઉતરતા ગાયને ધક્કો મારીને ગાયને અંદર ઘૂસાડી દે છે.પછી કારની આગળ આ શખ્સ બેસી જાય છે અને કાર જતી રહે છે.હાલ આ વીડીઓની તારીખ જોતા તેની પર ૧૪-૫-૨૦૧૪ લખેલી છે,મતલબ કે વીડીઓ પાંચ વર્ષ જુનો છે.પણ ગૌવંશોની હેરાફેરી કારમા થતી રહે છે.તે વાતમાં કોઈ બેમત નથી.

LEAVE A REPLY