પોલીસે ૨૦ હજારથી વધુનો વિદેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો
। ભરૂચ ।
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોલાવ ગામ ખાતે મસ્જીદ ફળિયા પાસે ભૃગુઋષી બિજની નીચે રેલવે કોલોનીમાં રહેતી ચંપા મહેશ વસાવા નામની મહિલા બૂટલેગર માટે બે જણા દારુનો વેપલો કરે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. ટીમે બે શખ્સોની ધરપકડ કરતાં તેમના નામ સત્યવાન ઉર્ફે સતિષ અનેસર નાઈક તેમજ જયેશ હસમુખ રાઠોડ હોવાનું માલુમ પડયું હતું. તેમની પાસેની જ્યુપિટરની ડેકીમાં તેમજ ગાડીની બાજુમાં બેસેલાં જયેશ હસમુખ રાઠોડ ત્રણ – ત્રણ મિણીયા થેલામાંથી વિદેશીદારૂની બોટલા મળી આવતાં ટીમે બન્ને બુટલેગરોની ધરપકડ કરી તેમની પુછપરછ કરતાં તેમણે કબુલ્યું હતું કે, તેઓ રેલવે કોલોની ખાતે રહેતી ચંપા મહેશ વસાવાએ તેમને વેચાણ કરવા માટે દારુનો જથ્થો આપ્યો હતો. જેના પગલે ટીમે વિદેશીદારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર ચંપા વસાવાને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
