રાજપીપળાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સબ જેલ નજીક રસ્તા પર પડેલા મોટા ખાડાઓને લઇ સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરની અવર-જવર માટે મહત્વ આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો, ખાસ કરીને બાઇક અને મોટા વાહનો પસાર થાય છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આને લઈને આજે “આમ આદમી પાર્ટી”ના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. ખાડાઓને ફૂલહાર કરી, તિલક કરીને વિધિસર પદ્ધતિથી “પૂજા” કરવામાં આવી. આ પ્રદર્શનનો હેતુ તંત્રને જાગૃત કરવાનો હતો કે રસ્તાની દયનીય હાલત હવે સહનશક્તિ બહાર ગઈ છે.રાજપીપળા નગરપાલિકા તંત્ર જાણતે જાણતી આંખ મૂકી રહી છે. સામાન્ય લોકોનું જીવ જોખમમાં છે.સ્થાનિક રહીશો અને દુકાનદારો પણ આ સ્થિતિથી ત્રસ્ત છે અને તંત્રને જવાબદેહ બનાવવાની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર: મુનાફ શેખ, રાજપીપળા (જિ. નર્મદા)
