Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર કાપોદ્રા પાટિયા બડગુજર હોટલ ના સલાટ માંથી ઈયર નીકળી હોવાની ઘટના સામે આવી છે. 

Share

10 થી વધુ યુવાનો અનલિમિટેડ મિસળ પાવ ખાવા આવ્યા હતા. ઈયર નીકળતા યુવકો દ્વારા પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માં ફરિયાદ કરવાની તજવીજ શરુ કરી હતી.

હોટલ સંચાલક દ્વારા માફી માંગી મામલો રફેદફે કરવા ની કોશિશ સાથે બિલ ના ચૂકવવા યુવકો દ્વારા માથાકૂટ કરી હોવાનું રટણ કર્યું હતું.

Advertisement

 

અંકલેશ્વરમાં રહેતા પ્રિયાંશુ ચૌહાણ અને તેના 13 મિત્ર અંકલેશ્વર કાપોદ્રા પાટિયા ખાતે આવેલ બડગુજર હોટલ ખાતે અનલિમિટેડ મિસળ પાવ ખાવા માટે પહોંચ્યા હતા. જ્યાં મિત્રો મિસળ પાવ ની મિજબાની માણી રહ્યા હતા આ દરમિયાન મંગાવેલ સલાત માંથી નાની ઈયર નિકલ હતી ડુંગળી ના સલાત માં ઈયર નીકળતા હોટલ સંચાલક ને રજુઆત કરી હતી. જો કે સમગ્ર હોટલ સંચાલક માફી માગ્યા બાદ યુવક જોડે શાબ્દિક રજુઆતમાં મામલો ગરમાયો હતો. હોટલ સંચાલક દ્વારા ઈયર નીકળી એ પ્લેટ ના રૂપિયા ના આપી અન્ય પ્લેટ ના રૂપિયા આપવા પડશે અને બિલ ને લઇ તમે આવી માથાકૂટ કરી રહ્યા હોવાનો આક્ષેપ યુવકો પર કરતા તેઓ દ્વારા આ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માં ટેલિફોનિક ફરિયાદ સાથે હોટલ નું બિલ ચૂકવી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ શરુ કરી હતી. યુવાનો આરોપ હતો કે હોટલ સંચાલક દ્વારા જે થાય એ કરી લો હું ફોડી લઇશું તેવી ચીમકી આપી હતી તો હોટલ સંચાલક એ જણાવ્યું હતું કે માફી માંગી હતી પણ બિલ માં રકઝક કરી રહ્યા હતા . 13 વ્યક્તિ ને ભરે પેટ ઈયર નીકળ્યા બાદ પણ જમ્યા બાદ રૂપિયા ના આપવા ને લઇ માથાકૂટ કરી રહ્યા હતા તેમજ ઈયર સલાટ માંથી નીકળી હોવાની કબૂલાત સાથે માફી માગી હતી.


Share

Related posts

અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચન યોજાયું…

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે નવાગામ કરારવેલ ગામ ખાતેથી લાખોની કિંમતનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણને ઝડપી પાડયાં.!!

ProudOfGujarat

કપડવંજ, નડિયાદ વિધાનસભા વિસ્તારમાં સાંસદ સંપર્ક-સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!