Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જન્મ- મરણના નવા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે શહેરના હોસ્પિટલોના ડોક્ટર – સ્ટાફ માટે તાલીમ

Share

અંકલેશ્વર.

અંકલેશ્વર નગરપાલિકા અને ભરૂચ જિલ્લા સી.આર.એસ (જન્મ- મરણ) વિભાગ ધ્વારા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોના ડોક્ટર અને તેઓના કર્મચારીઓને કે જે જન્મ – મરણની કામગીરી અપલોડ કરવાની કરતા હોય તેવા સ્ટાફ માટે તાલીમ આપવામાં આવી.
સરકારશ્રી દ્વારા તા- ૧/૯/૨૦૨૫ થી જન્મ – મરણ ની એન્ટ્રી કરવા માટેનું નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવનાર છે. જેથી અંકલેશ્વર શહેરમાં આવેલ જુદી જુદી હોસ્પિટલો અને મેટરનીટી હોમમાં જે જન્મ – મરણની નોંધણી અંગેની એન્ટ્રી અપડેટ કરવા બાબતે ડોક્ટરો અને તેઓના કર્મચારીઓને નગરપાલિકાના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનાર કક્ષમાં તાલીમ યોજવામાં આવી.જે હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવા માટેના કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારીશ્રી કેશવલાલ કોલડિયા, નગરપાલિકાના સબ રજીસ્ટાર (જ.મ.) અને સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી રઘુવીરસિંહ મહિડા, ભરૂચ જિલ્લા સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સીસ્ટમ (સી.આર.એસ.) જન્મ – મરણ નોંધણી વિભાગના શ્રી દિપાલીબેન વશી અને શ્રી પગ્નેશ શુક્લા અને સ્ટાફ હાજર રહેલા હતા.
નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારીશ્રી કોલડિયા દ્વારા જન્મ -મરણ ની અપડેટ કરવાની કામગીરી ચીવટ પુર્વક કરવા વિગતવાર જણાવ્યું.
(સી.આર.એસ.) જન્મ – મરણ નોંધણી વિભાગના શ્રી દિપાલીબેન વશીએ ડોક્ટર અને તેઓના સ્ટાફને નવા સોફ્ટવેરમાં જન્મ અને મરણની એન્ટ્રી કરવા અંગે અરજદારના કયા ડોક્યુમેન્ટને અપલોડ કરવાની સિસ્ટમ વિગતવાર સમજાવવામાં આવી. જેના લીધે નવા જન્મ મરણના દાખલા પણ ઓન લાઇન મેળવી શકશે. જે તે હોસ્પિટલમાં જન્મ કે મરણ થાય તો તેની વિગતો અપડેટ કરવાની કામગીરી જે તે હોસ્પિટલ દ્વારા ભુલ કર્યા વગર સમય મર્યાદામાં પુર્ણ કરવા અંગે પણ તાકીદ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

લીંબાસી પો.સ્ટે હદમાંથી ચોરાયેલ ટ્રેક્ટર સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

ProudOfGujarat

પેઇન્ટિંગમાં બનાવેલા ચહેરાઓ તમારા વ્યક્તિત્વને કહેશે, શું તમે પ્રેમમાં રહેલી નબળાઈઓને નજરઅંદાજ કરી શકો છો?

ProudOfGujarat

ઝઘડીયા ખાતે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!