Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પરિવાર વડોદરા ગણેશ સ્થાપના કરવા ગયોને, ઘરમાં તસ્કરો ખેલ કરી ગયાં

Share

ભરૂચના હિતેશનગરમાં નિવૃત્ત શખ્સના ઘરમાં 3.83 લાખનો હાથફેરો

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના હિતેશ નગર ખાતે રહેતાં અને નિવૃત્ત જીવન જીવતાં અનિલ અંબાલાલ ગાંધીના પુત્ર અને વહું વડોદરા ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. ત્યાં જ મકાન રાખીને રહેતાં હતાં. દરમિયાનમાં વડોદરા ખાતે તેમના પુત્ર અને વહુએ ગણપતિની સ્થાપના કરી હોઇ તેઓ તેમના ઘરે વડોદરા ગયાં હતાં. તેમણે ઘરને તાળું મારી ચાવી તેમના ઘરની સામે રહેતાં તેમના સંબંધીને ત્યાં રાખી હતી. તેમજ કામવાળી આવે તો તેને આપજો તેમ જણાવ્યું હતું. તેઓના સવારે 7 વાગ્યાના અરસામાં ગયાં બાદ બપોરે બે વાગ્યે તેમને ફોન આવ્યો હતો કે, ઘરના આગળના દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં છે. અને ઘરના દરવાજા ખુલ્લા હોઇ ચોરી થયાનું લાગે છે. જેથી તેઓ તુરંત ઘરે પરત આવતાં અને ઘરમાં જઇ જોતાં ઘરની તિજોરીના દરવાજા ખુલ્લા હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હત. તપાસ કરતાં તેમના ઘરમાંથી રોકડા 40 હજાર તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ 3.83 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ ચોરી થયાનું જણાયું હતું. તેમણે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલાએ દોડી આવી તસ્કરોના પગેરૂ મેળવવાના પ્રયાસ કર્યાં હતાં. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામે પોલીસે રેડ કરી 480 કિલો ગૌમાંસ અને ગાય વાછરડો કબજે લીધા.

ProudOfGujarat

માંડવી તાલુકાના વેર-૨ (આમલી) ડેમમાંથી આંજે સાંજે ૬.૦૦ વાગ્યાથી એક ગેટ ખોલી ૧૦૦ કયુસેક પાણી છોડાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!