પોલીસે રોકડા રૂપિયા, જુગારનો સામાન જપ્ત કર્યો
ભરૂચ
Advertisement
નેત્રંગ તાલુકામાં આવેલાં મોતિયા ગામે આવેલી આંગણવાડીના ઓટલાં પર કેટલાંક લોકોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી નેત્રંગ પોલીસને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે તે પૈકીના રમેશ નાનાભાઇ વસાવા, ચંદ્રસિંગ રાજીયા વસાવા, હેમંંત ચંદ્રસિંગ વસાવા તેમજ સતિષ મોહનસિંગ વસાવાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે રોહિત ચંદુ વસાવા, પંકજ જેન્તી વસાવા તેમજનિલેશ રમણ વસાવા પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયાં હતાં. પોલીસે તેમની અંગઝડતીમાંથી તેમજ તેમજ દાવપર લાગેલાં રોકડા રૂપિયા તેમજ જુગારના સાધનો જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે. તેમજ તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
