Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના ગોલ્ડન બ્રિજ ખાતે ત્રીજા દિવસે ગણેશ વિસર્જન કરાયું હતું. 

Share

એક દિવસ. ત્રણ દિવસ , પાંચ દિવસ અને સાત દિવસ એ નાના તેમજ ધરો માં બિરાજમાન  શ્રીજીનું વિસર્જન શરુ થયું છે. જીઆઇડીસી ખાતે ઈ.એસ.આઈ.સી  હોસ્પિટલ પાસે બે કૃત્રિમ કુંડ તૈયાર, 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે

અંકલેશ્વર બોરભાઠા ગોલ્ડન બ્રિજ નર્મદા ઘાટ ખાતે આજે ત્રીજા દિવસે શ્રીજી ભક્તો દ્વારા નર્મદા નદી શ્રીજી ને વિસર્જિત કર્યા હતા. ભક્તો દ્વારા એક દિવસ, ત્રણ દિવસ ના શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું. સવાર થી જ નર્મદા ઘાટ પર ભક્તો આવી રહ્યા હતા. જ્યાં શ્રીજી ની આરતી કરી તેમને પોળ વેળા આવજો ના નાદ સાથે ભાવભીની વિદાય આપી હતી.આ ઉપરાંત અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળે ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રતિ વર્ષ જેમ ઈ.એસ.આઈ.સી  હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કુંડમાં 5 ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારના કૃત્રિમ કુંડ નું નિર્માણ કરવામાં આવે છે.વિસર્જન બાદ મૂર્તિઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળ ના સહયોગથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

નેત્રંગ : થવા હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સમાં રાજય કક્ષાએ ઝળકી.

ProudOfGujarat

ભરૂચમાં બાઇક ચોરીના બે ગુનામાં ત્રણ આરોપીઓને રહિયાદ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!