Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સંભવિત પુરનો ખતરો ટળ્યો : ગોલ્ડનબ્રિજે સપાટી મહત્તમ 19.35 ફૂટે સ્પર્શી પરત

Share

– બપોરે 2 કલાકે નદીનું જળસ્તર ઘટીને 19.25 ફૂટ નોંધાયું
– નર્મદા ડેમની સપાટી પણ 24 કલાકમાં 136.78 મીટરથી ઘટી 135.80 મીટર થઈ
ભરૂચ.
સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ખોલીને નર્મદા નદીમાં હાલમાં ૩.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં રવિવારે ભરૂચ ખાતે નર્મદા નદીનું સ્તર ગોલ્ડન બિજ ખાતે વધીને ૧૯થી ૨૧ ફૂટના લેવલે પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પાણીનું લેવલ રવિવારે મહત્તમ 19.35 ફૂટને સ્પર્ષ કર્યાં બાદ બે વાગ્યા પછી તેમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બે દિવસથી નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નખાયા હતા. ડેમની મહત્તમ સપાટી 136.78 મીટરે સ્પર્શી ગઈ હતી. ડેમમાંથી નર્મદા નદીમાં 3.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરતાં ભરૂચમાં નદી બે કાંઠે વહેતી થઈ હતી.
જોકે રવિવારે સવારે અપ સ્ટ્રીમમાંથી આવક ઘટી જતાં 15 પૈકી 5 દરવાજા બંધ કરી દેવાયા હતા. બપોરે 2 કલાકે નર્મદા ડેમની સપાટી સતત નીચે ઉતરવા સાથે 135.80 મીટર નોંધાઇ હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે રવિવારે સવારે નર્મદા નદીએ મહત્તમ 19.35 ફૂટની સપાટી સ્પર્શ કરી હતી. જે બાદ બપોરે 2 કલાકે સપાટી ઘટીને 19.25 ફૂટ થઈ ગઈ હતી. ડેમમાં પાણીની આવક 1.97 લાખ ક્યુસેક, 10 દરવાજામાંથી નદીમાં જાવક 1.44 લાખ ક્યુસેક થઈ રહી છે.

Share

Related posts

ભાવનગર પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

ProudOfGujarat

લંડનમાં રહેતા મિત્રના ફોટા મૂકી ફેક FB એકાઉન્ટ બનાવી 75 મહિલા સાથે છેતરપિંડી કરનારો ઝડપાયો

ProudOfGujarat

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!