Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં આમલાખાડીની સફાઈ યોગ્ય રીતે ન થતા માત્ર એક ઈંચ વરસાદમાં જ પૂર જેવી હાલત

Share

અંકલેશ્વર.

અંકલેશ્વરમાં આમલાખાડી ની સફાઈ યોગ્ય રીતે ના થતા માત્ર એક ઈંચ વરસાદ માં જ પૂર જેવી હાલત થઇ હતી. જ્યાં 4 ઈંચ વરસાદ માં આમલાખાડી સ્થિતિ જોવા મળી હતી. તે હાલત માત્ર એક ઈંચ વરસાદ માં જ ખાડી ની જોવા મળતા સફાઈ યોગ્ય રીતે ના કરવામાં આવી ગ્રામજનો એ આક્ષેપ કર્યો હતો જેને લઇ પીરામણ તેમજ હાંસોટ રોડ પર પાણી ફરી વાળવા સાથે આ પાણી ખેતરો માં ફેલાતા ખેડૂતોમાં રોષ નું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

અંકલેશ્વર માં ગત રોજ પડેલા માત્ર એક ઈંચ વરસાદ માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જીઆઇડીસી હોય કે પછી અંકલેશ્વર શહેર હોય જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડ્યું હતું. બપોરે પડેલા વરસાદ બાદ પણ રાત્રી સુધી પાણી માર્ગો પર થી ઘટ્યાં ના હતા. જીઆઇડીસી તેમજ શહેર નું વરસાદી પાણી આમલાખાડી ને એમ.એસ. 29 તેમજ છાપરા ખાડી માં નિકાલ થાય છે. આ પૈકી એમ .એસ. 29 પર અંતે આમલાખાડી માજ વિલિન થતી હોવાની ચારે તરફથી આવેલા માત્ર એક ઈંચ વરસાદ પાણી જ આમલાખાડી છલકાઈ ઉઠી હતી. ગત સાંજે જ પીરામણ અંદર પાસ પાસે માર્ગ પર પાણી ફરી વળતા પીરામણ હવા મહેલ જોડતો અને અંકલેશ્વર શહેર ને જોડતો માર્ગ બંધ થઇ ગયો હતો. તો રાત્રી ના કડકિયા કોલેજ પાસે માર્ગ પર પાણી ફરી વળતા હાંસોટ તરફ નો માર્ગ વ્યવહાર અવરોધાયો હતો. અને માર્ગ પર આમલાખાડી ના પાણી ફરી વળ્યાં હતા.અંકલેશ્વરમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ માં જ આમલાખાડી બે કાંઠે વહી હતી. આ મુદ્દે નોટીફાઈડ વિભાગ દ્વારા આમલાખાડી સફાઈ પ્રત્યે અનદેખી થઇ હોવાનો ગ્રામજનો રોષ ફેલાયો હતો. બુલેટ ટ્રેન બ્રિજ સાઈડ તેમજ એક્સપ્રેસ ટ્રેન બ્રિજ પાસે આમલાખાડી અવરોધ ને લઇ ખાડી પાણી છલકાઈ ઉઠ્યું હતું. આંબોલી, બોઈદરા, જુના દીવા, જૂના પુન ગામ સહીત ગામ ની સીમ ખેતર માં પાણી ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. તેઓ દ્વારા તંત્ર દ્વારા દ્વારા આમલાખાડી ની યોગ્ય રીતે સફાઈ ના કરવામાં આવી હોવાના ને લઇ લીધે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું.


Share

Related posts

ભરૂચ : ઊંટિયાદરા ગામની સીમમાં પીજી ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ProudOfGujarat

વડોદરામાં હડતાળ પહેલા સીએનજી પંપો પર વાહનોની કતારો લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!