Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) ગુજરાતના રાજકોટમાં તેના 31મા ચેપ્ટરનો પ્રારંભ કર્યો

Share

આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનું લોન્ચિંગ ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીના એક શહેરમાં ટકાઉ તથા પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવામાં એક મહત્વનું પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સંસાધનોની કાર્યક્ષમતા, ઊર્જા સંવર્ધન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને આગળ વધારે તેવી ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસીસ અપનાવવામાં બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને નીતિ ઘડનારાઓ સહિતના સ્થાનિક હિતધારકોને સાંકળવાનો છે. સહયોગ સાધીને તથા આઈજીબીસીના સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ્સનું પાલન કરીને આ ચેપ્ટરનો ઉદ્દેશ્ય રાજકોટના બિલ્ટ એન્વાયર્મેન્ટને ટકાઉપણાના મોડલમાં ફેરવવામાં મદદ કરવાનો, નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના વ્યાપક લક્ષ્યાંક સાથે સંલગ્ન રહેવાનો અને લાંબા ગાળાની પર્યાવરણના સંચાલનને પ્રોત્સાહન આપવાનો છે

 

Advertisement

રાજકોટ, 31 ઓગસ્ટ, 2025 –ભારતમાં ગ્રીન અને નેટ ઝીરો બિલ્ડિંગ સર્ટિફિકેશન માટેની અગ્રણી સંસ્થા ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) રાજકોટમાં આરપીજે હોટલ ખાતે 30 ઓગસ્ટ, 2025ના રોજ રાજકોટમાં તેના 31મા ચેપ્ટરની શરૂઆત કરી હતી. આ પ્રસંગે માનનીય સાંસદ (રાજકોટ) અને ભારત સરકારના ભૂતપૂર્વ માછીમારી, પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન શ્રી પરષોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આઈજીબીસી રાજકોટ ચેપ્ટરની સ્થાપના સમગ્ર શહેરમાં ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસીસ અપનાવવા અને ટકાઉ શહેરી વૃદ્ધિ હાંસલ કરવા માટે બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને નીતિ ઘડનારાઓ સહિતના સ્થાનિક હિતધારકોને સાંકળવા માટે કરવામાં આવી હતી. ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું રાજકોટ ગ્રીન બિલ્ડિંગ પહેલથી નોંધપાત્ર લાભ મેળવે તેવી સંભાવના છે જે સંસાધનોની કાર્યક્ષમતા વધારશે, પર્યાવરણ પરની અસર ઘટાડશે અને આબોહવા સ્થિતિસ્થાપકતાને ટેકો આપશે. માનનીય સાંસદ (રાજકોટ) અને ભારત સરકારના ભૂતપૂર્વ માછીમારી, પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રધાન શ્રી પરષોત્તમ રૂપાલાએ પોતાના મુખ્ય વક્તવ્યમાં રાજકોટના ભાવિ વિકાસમાં ગ્રીન બિલ્ડિંગ્સના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રાજકોટ સતત વિકાસ સાધી રહ્યું છે ત્યારે ગ્રીન બિલ્ડિંગ સિદ્ધાંતો અપનાવવા પર્યાવરણની સ્થિતિસ્થાપકતા માટે તથા જીવનની ગુણવત્તા અને આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવા માટે જરૂરી છે.

 

આઈજીબીસીના નેશનલ વાઇસ ચેરમેન શ્રી સી શેખર રેડ્ડીએ જણાવ્યું હતું કે આજે ગ્રીન બિલ્ડિંગ્સ કેવળ એક પસંદગી જ નથી પરંતુ વ્યૂહાત્મક તક છે. તે 60 ટકા સુધીની ઊર્જાની બચત કરે છે અને રિયલ એસ્ટેટની વેલ્યુ તથા ઓક્યુપન્સીમાં વધારો કરે છે. લોજિસ્ટિક્સ, રિન્યૂએબલ એનર્જી અને સ્માર્ટ સિટી પહેલમાં સુધારા સાથે રાજકોટે દર્શાવ્યું છે કે પર્યાવરણ સાથે સમાધાન કર્યા વિના પણ સાચો વિકાસ સાધી શકાય છે. ગુજરાત આ રાષ્ટ્રીય અભિયાનમાં સતત આગેવાની લઈ રહ્યું છે જેમાં 35.16 ગિગાવોટ સ્થાપિત પુનઃવપરાશી ઊર્જા ક્ષમતા, 1,200થી વધુ આઈજીબીસી-રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ આઈજીબીસી સર્ટિફિકેશન મેળવનારું ભારતનું પહેલું સ્માર્ટ સિટી બન્યું છે. આઈજીબીસી રાજકોટ ચેપ્ટર ગુજરાતના વિઝનનું પ્રતીક છે જ્યાં ઔદ્યોગિક એકમનો રાજ્યનો વારસો ટકાઉપણાની જવાબદારી સાથે સાહજિક રીતે ભળે છે. આઈજીબીસી રાજકોટ ચેપ્ટરના ચેરમેન શ્રી કુણાલ ગોલે જણાવ્યું હતું કે આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનો પ્રારંભ રાજકોટને ટકાઉ શહેરી વિકાસનું મોડેલ બનાવવાની સામૂહિક યાત્રાની શરૂઆત છે. ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, નીતિ ઘડનારાઓ, શિક્ષણવિદો અને નાગરિકોને એક કરીને, અમારું લક્ષ્ય ગ્રીન અને નેટ ઝીરો બિલ્ડિંગ્સને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવીનતાને પ્રેરણા આપવા અને ગુજરાત તથા ભારતના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં રાજકોટને મોખરે રાખવાનો છે કારણ કે ટકાઉ ભવિષ્ય એ પસંદગી નથી, પરંતુ એક અનિવાર્યતા છે.

 

“Designing Tomorrow: Green Buildings for a Sustainable Rajkot”વિષય પરની પેનલ ચર્ચામાં રાજકોટના ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ સાથે સંકળાયેલા પડકારો અને તકોનો સામનો કરવા માટે વિચારકો, નીતિ ઘડનારાઓ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને ટકાઉપણાના નિષ્ણાંતોને એકસાથેઆવ્યા હતા.પેનલે શહેરના વિસ્તરણ અને ટકાઉપણા વચ્ચે સંતુલન જાળવવાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં નેટ ઝીરો લક્ષ્યાંકો, ઊર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને હેલ્થી બિલ્ડિંગ પ્રેક્ટિસીસને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સહયોગાત્મક ચર્ચાનો ઉદ્દેશ્ય રાજકોટમાં સ્થિતિસ્થાપક અને પર્યાવરણને અનુકૂળ બાંધકામને આકાર આપવા માટે નવીન વ્યૂહરચનાઓને પ્રેરણા આપવાનો હતો.

“Towards a Greener Horizon: Revolutionizing Construction with Sustainable Solutions”થીમ પર આધારિત ટેકનિકલ સેશનમાં બાંધકામ ઉદ્યોગમાં ટકાઉ બિલ્ડિંગ પ્રેક્ટિસીસની પરિવર્તનશીલ સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સેશનમાં પર્યાવરણીય અસરોને અસરકારક રીતે ઘટાડવા માટે સંસાધન-કાર્યક્ષમ પદ્ધતિઓ, ઊર્જા સંરક્ષણ તકનીકો અને ઓછા કાર્બન મટિરિયલ અપનાવવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં બાંધકામ પ્રક્રિયાઓમાં આ ટકાઉ સોલ્યુશન્સને લાગુ કરવા માટે એક વ્યૂહાત્મક માળખું રજૂ કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યની પેઢીઓની વિકાસની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના વિકાસની વર્તમાન જરૂરિયાતો પૂરી થઈ શકે. રાજકોટ ચેપ્ટરના લોન્ચિંગમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. લોન્ચિંગમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સેન્ટ ગોબેઇન, બ્રોન્કો એલએલપી, કિચ આર્કિટેક્ચરલ, આઈપી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને MaST Designsના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.આઈજીબીસી રાજકોટ ચેપ્ટરના સહ-અધ્યક્ષ અંકુર સંઘવીએ કાર્યક્રમના સમાપનના તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનો પ્રારંભ આપણા શહેરની હરિયાળી અને વધુ ટકાઉ ભવિષ્ય તરફની સફરમાં એક નિર્ણાયક પગલું છે. રાજકોટ હંમેશા ઉદ્યોગસાહસિકતા અને નવીનતાનું કેન્દ્ર રહ્યું છે, અને હવે તે ભાવનાને સ્વસ્થ, સંસાધન-કાર્યક્ષમ અને પર્યાવરણીય રીતે જવાબદાર હોય તેવા બાંધકામના માહોલમાં સમાવવાનો સમય આવી ગયો છે. સાથે મળીનેઅમે રાજકોટને ભારત માટે એક મોડેલ ગ્રીન સિટી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.

 

ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને સક્રિય સરકારી તથા ઉદ્યોગ પહેલ દ્વારા ગુજરાત ગ્રીન બિલ્ડિંગ અને ટકાઉ બિલ્ટ એન્વાયર્મેન્ટને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમ્સને વધુને વધુ સ્વીકૃતિ મળી રહી છે, જેમાં હિસ્સેદારો પર્યાવરણીય પડકારો અને આબોહવા સ્થિતિસ્થાપકતાને પહોંચી વળવા માટે ઊર્જા-કાર્યક્ષમ ડિઝાઇન, જળ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને લૉ-કાર્બન મટિરિયલ્સને સક્રિયપણે અપનાવી રહ્યા છે.આઈજીબીસીનું મિશન વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જેમાં નવી અને હાલની ઇમારતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા શરૂ કરાયેલ આઈજીબીસી રાજકોટ ચેપ્ટર જેવા ચેપ્ટર્સ ટકાઉ બાંધકામ પ્રથાઓને પ્રોત્સાહન આપવા તથા ગુજરાતરાજ્યને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અને ટકાઉ વિકાસના ભારતના વ્યાપક લક્ષ્યોમાં મુખ્ય યોગદાનકર્તા બનવા માટે ટેકો આપવા અને સક્ષમ બનાવવા માટે આઈજીબીસીની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના રોજગાર વંચિત શિક્ષિત બેરોજગારો દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે ધરણા.

ProudOfGujarat

નડિયાદની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ગુંદલાવ ડીજીવીસીએલની કામગીરી કામચોર ,સ્ટાફની બદલી જ યોગ્ય નિરાકરણ !ગુંદલાવ ડીજીવીસીએલમાં આવતા લોકોનો પોકાર “હું વગદાર નથી એ મારો વાંક ?”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!