ભરૂચ
– ફાયર NOC, જે હવે પછીથી ફાયર સેફ્ટી સર્ટીફીકેટ અપ્રુવલ (FSCA)તરીકે ઓળખાશે.
– બિલ્ડીંગમાં ફાયર સેફટી પ્લાન(FSPA), ફાયર સેફ્ટી સર્ટીફીકેટ અપ્રુવલ (FSCA)અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR) ની મંજૂરી રીજીયોનલ ફાયર ઓફીસથી આપવામાં આવશે. – ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR)ઈશ્યુ ગુજરાત સરકારશ્રી દ્વારા નામાંકિત કરાયેલ ફાયર સેફટી ઓફિસર (FSO)દ્વારા જ ઓનલાઈન પોર્ટલ થકી કરવામાં આવશે.
– સમયસરફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR)કરાવવાની જવાબદારી ફક્ત જે તે પ્રીમાઈસીસના માલિકો/હોદ્દેદારો/સંચાલકો/કબજેદારોની જ રહેશે.
હવે પછીથી FIRE SAFETY PLAN APPROVAL (FSPA), FIRE SAFETY CERTIFICATE APPROVAL (FSCA) અને FIRE SAFETY CERTIFICATE RENEWAL (FSCR) માટે ઓનલાઈન અરજી ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલ https://gujfiresafetycop.in પર કરવાની રહેશે. જો અરજદારને અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકારના હેલ્પ ડેસ્ક હનં :૯૮૨૪૭૪૪૩૪૧ તથા ૭૪૦૫૭૪૬૫૪૭ અથવા rfo-sfps-surat@gujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર પોતાની ક્વેરી મોકલી શકે છે. તેંમ મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલીકા દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
