Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં ચંપલની દુકાનમાં લાગેલી આગથી વ્યાપારીને ભારે નુકસાન

Share

ઉમરપાડા (વાંકલ)
ઉમરપાડા તાલુકા મથકે આવેલ ચંપલની દુકાનમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ઉમરપાડા ખાતે રહેતા અને ચંપલનો વેપાર કરતા પ્રવીણભાઈ ભાઈ આહીરની દુકાને લગભગ રાત્રે સાડા નવ વાગ્યાના  આગ લાગી હતી.આગ લાગવાની જાણ થતાં આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, આગ એટલી પ્રચંડ હતી કે આખી દુકાન થોડા જ સમયમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. દુકાનમાં રહેલો માલસામાન પણ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે.આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ, પરંતુ દુકાનધારક પ્રવીણભાઈ આહિરને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટનથી.

Share

Related posts

ગોધરા પાલિકાનાં સભ્ય ઈલ્યાસચાંદાએ પાલિકાને લેખિત રજુઆતમાં શું કહ્યુ જાણો…

ProudOfGujarat

વડોદરા : માંજલપુરમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે ગટર લાઇનની કામગીરી અધૂરી કરતા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!