Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેતરના શેઢા પરથી ઘાંસ કેમ કાપે છે કહીં શખ્સને લાકડીના સપાટા માર્યાં 

Share

જંબુસર તાલુકાના વારેજા ગામે નજીવા મુદ્દે મારામારી

ભરૂચ.

Advertisement

જંબુસર તાલુકામાં આવેલાં વારેજા ગામે રહેતાં ગારદા નાનસીંગ ભીલાલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ સવારના સમયે તેમના ખેતરમાં વરસાદનું પાણી ભરાયેલું છે કે કેમ તે જોવા માટે ખેતરે ગયાં હતાં. તે વેળાં તેમના ખેતરીન બાજુમાં શેઢા પાડોશી સાગર ડુંગર બીલાલ તેમજ તેમના ભાઇ મહેશ ડુંગર ભીલાલ, બલસિંગ ડુંગર ભીલાલ તેમજ તેમના પિતા ડુંગર પિધુ ભીલાલ તેમના ખેતરમાં હતાં. તે વખતે સાગરે ગારદાને જોઇને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, તેઓ ચારેક જણા હોઇ તેઓ માર મારે તેવી બીકે ગારદા તેના ઘરે આવતો રહ્યો હતો. જે બાદ અગિયાર વાગ્યાના અરસામાં સાગર લાકડીનો સપાટો લઇ તેમના ઘર પાસે આવ્યો હતો. તેણે ગારદાને ધમકીઓ આપતાં જણાવ્યું હતું કે, તું કેમ મારા ખેતરના શેઢા પરથી ઘાંસ કાપે છે તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચારતાં ગારદાએ તેમને અપશબ્દો નહીં બોલવા કહેતાં તેણે લાકડીના સપાટાથી તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને જંબુસરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરત-ભાંડુતના ગ્રામવાસીઓએ સરકારી સહાય વિના જાત મહેનતથી શરૂ કર્યું તળાવની પાળ બનાવવાનું

ProudOfGujarat

પેટ્રોલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું.

ProudOfGujarat

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!