Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ એકેડમી ખાતે શિક્ષક દિવસ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવ્યો.

Share

વાંકલ ::

આ દિવસનું આયોજન શિક્ષકોના અમુલ્ય યોગદાનને માન આપવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યો હતો, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ, જે જ્ઞાન અને પ્રજ્ઞાનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારબાદ ભારતના મહાન દાર્શનિક, વિદ્વાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.વિદ્યાર્થીઓએ પોતાના સર્જનાત્મકતા અને ભાવ વ્યક્ત કરવા માટે સુંદર ચાર્ટ પ્રસ્તુત કર્યો, જે પ્રિન્સિપાલ સરને અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રિન્સિપાલ સરે પ્રેરણાદાયક ભાષણ આપ્યું, જેમાં તેમણે શિક્ષકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને આદર અને કૃતજ્ઞતા જાળવવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમને આગળ વધારતા વિદ્યાર્થીઓએ સુમધુર સમૂહગીત ગાયું, જેનાથી માહોલ આનંદમય બન્યો. એક વિદ્યાર્થીએ શિક્ષક દિવસના મહત્વ પર અર્થપૂર્ણ ભાષણ આપ્યું, જેમાં શિક્ષકોની નિષ્ઠા અને સેવાભાવની યાદ અપાવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સંગીતમય નાટિકાએ સૌનું મન મુગ્ધ કરી દીધું, જેમાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ થઈ.વિદ્યાર્થીઓએ પોતાના પ્રેમ અને આદરરૂપે શિક્ષકોને ભેટો અર્પણ કરી. અંતે એક વિદ્યાર્થીએ આભારવિધિ પાઠવી, જેમાં કાર્યક્રમને સફળ બનાવનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો.

Advertisement

Share

Related posts

ભીલીસ્તાન ટાઇગર સેનાના (BTS) ભરૂચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા, ભારતીય ટ્રાયબલ પાર્ટીને ફટકો…

ProudOfGujarat

ઝઘડીયા નું વિભાજન કરી રાજપારડી ને તાલુકો બનાવવા માંગ,તાલુકો બનતા સર્વાંગી વિકાસ ઝડપી બની શકે.

ProudOfGujarat

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!