Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં 30 ફૂટ પાણી આવતા જ સરફુદ્દીન ગામ પાણી ગ્રામ વિસ્તાર માં પ્રવેશવા સાથે કાંઠા વિસ્તારમાં પૂર નું સંકટ રહે છે.

Share

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 27.3 ફૂટે વહી રહી છે નર્મદા ની ભયજનક સપાટી 24 ફુટ છે ત્યારે ભયજનક સપાટી વટાવી હાલ નર્મદા નદી 3 ફૂટ ઉપર થી વહી રહી છે.   નર્મદા ડેમમાંથી આવતા નર્મદા ની જળ સપાટી માં વધારો થતા ભરૂચ જિલ્લા નું તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. ખાસ કરી ને અંકલેશ્વર ના કાંઠા વિસ્તાર માં 14 જેટલા ગામો માં પૂર સંકટ ઊભું થયું છે. જેમાં સૌથી પહેલા 30 ફૂટ ની ભયજનક સપાટી નર્મદા નદી સ્પર્શે તો સરફુફીન માં પાણી પ્રવેશ છે. જેને લઇ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીમ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ટીમ દ્વારા સરફુદ્દીન ગામ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. અને લોકો સચેત કરી સમયસર સુરક્ષિત સ્થળે તેમજ તંત્ર દ્વારા નિયત કરેલ ભરૂચીનાકા જલારામ મંદિર કેમ્પ ખાતે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર ના પ્રાંત અધિકારી ભવદિપ સિંહ જાડેજા ,મામલતદાર કરણસિંહ રાજપુત ,તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ ગત રાત્રી થી નર્મદા નદી ને અડીને આવેલ સરફુદ્દીન ગામ સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકો સચેત કરી ગામ ખાતે તલાટી તેમજ નોડલ અધિકારી તેનાત કરી સ્થિતિ પણ નજર રાખી સમયાંતરે અપડેટ આપવા સૂચના આપી છે. તેમજ લોકોને પણ સમયસર સુરક્ષતિ સ્થળે ખસી જવા સૂચના આપી છે. જો કે હજુ સુધી 14 ગામ માંથી કોઈનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું નથી.

Advertisement

Share

Related posts

અશકય બન્યું શકય : વડોદરાનાં કરજણ તાલુકાના વેમાર ગામના એક ધરતીપુત્રએ પોતાના ખેતરમાં કરી સફરજનની ખેતી .

ProudOfGujarat

બીએસએફ જવાન દેશની રક્ષામાં ફરજ પર હતો ને તેના જ ઘરમાં ૯.૮૫ લાખની ચોરી 

ProudOfGujarat

અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!