Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ ઝંખવાવ,પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ

Share

ડો. મતાઉદીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના માનવતાના બોધને પોતાના જીવનમા ગ્રહણ કરવા હાકલ કરાઇ હતી.

વાંકલ :

Advertisement

દરગાહ કંપાઉન્ડ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા, (ચિશ્તીયા નગર) મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તી, તથા નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબના પવિત્ર મુએ મુબારક (બાલ) મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખ્વાની કરવામાં આવેલ તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. કોમી એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત ઝંખવાવ,પાલેજ મોટામિયાં બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પયગમ્બર સાહેબના પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરાવવામાં આવેલ હતી, સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદત મંદો, ભગત ભાઈઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દ – એકતાનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ હતી.


Share

Related posts

વલસાડ સિટી પોલીસ દ્વારા દારૂ ભરેલ પિકઅપ પકડવામાં આવ્યું ,વલસાડ સિટી પોલીસની સુંદર કામગીરી

ProudOfGujarat

મોસાલી પ્રાથમિક શાળામા વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાયબ ઇજનેર ડી.જી વસાવા ના અધ્યક્ષ સ્થાને ચિત્ર સ્પર્ધા યોજાઈ..

ProudOfGujarat

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!