Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુવાથી ગલેન્ડા રોડ પર ગાય સાથે બાઇક ભટકાતાં એકનું મોત : એક ગંભીર

Share

રાત્રીના સમયે અચાનક ગાય રોડ પર આવી જતાં દુર્ઘટના સર્જાઇ
ભરૂચ.
વાગરાની સુવા ચોકડી પાસે આવેલી વિશાલ એન્જિનિયરિંગ કંપની સામે રહેતો કુમાર લોકબહાદુર થાપા મજુરી કામ કરે છે. તેનો મિત્ર ભોલારામ મેઘી ( હાલ રહે. જોલવા બીગબોસની સામે, મુળ રહે. મુંગેર, બિહાર) સાથે રાત્રીના નવેક વાગ્યે ગણપતિનો પ્રસાદ લેવા માટે જોલવા ગયાં હતાં. જે બાદ ભોલારામને ગલેન્ડા ગામ પાસે આવેલી રેપ્ટા કોર્સ કંપનીમાં ચ્હા આપવા જવાનું હોવાથી તેઓ બાઇક પર રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં સુવા ચોકડીથી ગલેન્ડા ગામ તરફ જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં સુવા ચોકડીથી થોડે દૂર જતાં એક ગાય અચાનક રોડ પર આવી જતાં અંધારાને કારણે તેમની બાઇક ગાય સાથે ધડાકાભેર ભટકાતાં બન્ને જમીન પર પટકાયતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માાટે વાગરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.જ્યાં સારવાર દરમિયાન ભોલારામ મેઘીનં મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિ-દિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે બેન્ક ઓફ બરોડા આયોજિત સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ અંતર્ગત સહયોગ-સંપર્ક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

 નેત્રંગ ગ્રામ પંચાયતનાં ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૩૦ ચાલુ છે, બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!