Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી પ્રાથમિક શાળા ખાતે 75 જેટલા બાળકો એ શિક્ષક બની ને શિક્ષક દિન ઉજવણી કરી

Share

મોટામિયા માંગરોલ

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા મોસાલી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ બાલ વાટિકા થી ધોરણ આઠ સુધી 75 જેટલા બાળકોએ અલગ અલગ વિષયમા ભાગ લીધેલ હતો જેમાં શિક્ષક પટાવાળા અને આચાર્ય તરીકે સેવા બજાવેલ શાળા ના આચાર્ય તરીકે અયાન ઇમરાન શેખ અને આલિયા ઇરફાન દિવાન એ સેવા આપેલ હતી આચાર્યશ્રી તેમજ શિક્ષક બનેલ બાળકોનો બાળવાટિકાના નાના બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપીને તેઓનું સ્વાગત કરવામાં આવેલ, જ્યારે શિક્ષક બનેલ આચાર્ય અને બાળકોએ શાળાના સમગ્ર સ્ટાફને પુષ્પ આપીને સ્વાગત કરેલ હતું શિક્ષક બનેલ બાળકોને ભણાવવાની ખૂબ મજા આવેલ હતી, બપોરે દરેકે સાથે બેસીને ઘરે થી બનાવી લાવેલ ટિફિન મા સમૂહ ભોજન પણ લીધેલ હતું બાળકો એ પોતાના પ્રતિભાવ પણ આપેલ હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણ એ દરેકને શુભેચ્છા પાઠવેલ હતી

Advertisement

રિપોર્ટ : ઇમરાનખાન પઠાણ


Share

Related posts

સુરતમાં ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી : સમતા સૈનિક દળ દ્વારા વિવાન માટે ફંડ એકત્ર કરી 1 લાખ 25 હજારનો ચેક એનાયત કર્યો.

ProudOfGujarat

નવસારી જિલ્લામાં માં વરસાદ ની ધુંઆધાર બેટીંગ,વાવણી લાયક વરસાદ થી ખેડૂતો માં આનંદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામનાં તળાવ નજીક બે કારમાં વિદેશી દારૂ સાથે 4 બુટલેગરને LCB પોલીસે ઝડપી લઈને કુલ રૂ.8,55,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!