Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રકને તાડપત્રી બાંધતાં ડ્રાયવરને કારે ટક્કર મારતાં મોત

Share

વાગરાના સાચણ ગામ પાસે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

અંક્લેશ્વરના કોસમડી ખાતે આવેલી ગ્રીન સિટી રહેતાં ધ્રુવ દિનેશ ઝાની ટ્રકમાં તેમનો ડ્રાઇવર શાહીદ અહમદ અકલાખ અહમદ( મુળ. રહે. પ્રયાગરાજ, યુપી) સાયખા જીઆઇડીસીમાં આવલી ભાવિન ઇન્ટર મિડીયેટ કંપનીમાંથી કેમિકલ સ્લજ ભરીને જંબુસર તરફ જવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં તેણે સાચણ ગામ પાસે રોડની સાઇડમાં ટ્રક ઉભી રાખી તેને તાડપત્રી બાંધી રહયો હતો. અરસામાં એક કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી ટ્રકની પાછળ તાડપત્રી બાંધતાં શાહીદને અડફેટમાં લઇ કાર ટ્રકમાં ભટકાઇ જતાં શાહીદનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે કંપનીમાંથી તેમને ફોન કરી તમામ હકિકતથી વાકેફ કરતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. સ્થળ પર તમામ વિગતો મેળવતાં માલુમ પડ્યું હતું કે, કારમાં બેસેલાં બે શખ્સોનું નામ મુસ્તકીમ યુસુફ સૈયદ તેમજ મતીન સિરાજ સૈયદ (બન્ને રહે. બદલપુર, વાગરા) હોવાનું તેમજ તેમને પણ ગંભીર ઇજાઓ થઇ હોવાથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હોવાનું માલુમ પડ્યું હતું. તમામ વિગતો મેળવ્યાં બાદ તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વૉર 2 ની વાર્તા દરેક માટે ગુપ્ત રહેવી જોઈએ!’ : ઋતિક અને NTR દર્શકોને સ્પોઇલર્સથી દૂર રહેવા વિનંતી કરે છે

ProudOfGujarat

લેડિઝ સર્કલ 113 દ્વારા સોશિયલ એક્ટિવિટી

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!