Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું:

Share

વાંકલ ::

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, ખાતે INVESTITURE CEREMONYનું આયોજન કરવામાં આવ્યું: મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય વિદ્યા ભવન્સ GIPCL એકેડમીમાં શપથવિધિ સમારોહ યોજાયો
આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી. ઉપસ્થિત અતિથિશ્રીના માનમાં તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાના હેડ બોય, હેડ ગર્લ, FAITH, TRUTH, DEDICATION & SUBLIMATION આ ચાર હાઉસનાં કેપ્ટન, વાઈસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન, ક્લીનીનેસ કેપ્ટન, ક્લીનીનેસ વાઇસ કેપ્ટનને શપથ લેવડાવવામાં આવી. દરેક હાઉસના કાઉન્સિલ સભ્યોને બેજ (badge) અને સેસ (sashes) પહેરાવવામાં આવ્યા. દરેક હાઉસના સભ્યોનાં માતપિતા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વિદ્યા ભવન GIPCL એકેડમીમાં તાજેતરમાં શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળનો શપથવિધિ સમારોહ અત્યંત ભવ્યતા અને ગૌરવ સાથે યોજાયો. આ પ્રસંગે ‘હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.’ના સ્થાપક અને ચેરમેન તથા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સવજીભાઈ ધોળકિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત નૃત્યથી થઈ. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી વૈભવ અગ્રવાલે સ્વાગત પ્રવચન આપ્યું અને ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યોને તેમની ફરજો, શિસ્ત અને નેતૃત્વની ભાવનાઓને પ્રામાણિકતાપૂર્વક નિભાવવા માટે પ્રેરણા આપી. આ પછી, તમામ કાઉન્સિલ સભ્યોએ સત્યનિષ્ઠા અને સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવવા માટે પ્રતિજ્ઞા લીધી.
શ્રી સવજીભાઈ ધોળકિયાએ પોતાના પ્રેરણાદાયી ભાષણમાં વિદ્યાર્થીઓને જીવનના અનુભવો પર આધારિત અમૂલ્ય પાઠ શીખવ્યા. તેમણે જણાવ્યું કે સાચી સફળતા ફક્ત સંપત્તિમાં નથી, પરંતુ સમાજને પાછું આપવાની ભાવનામાં છે. તેમણે ‘હરિકૃષ્ણ સરોવર’ સહિત ૧૧૧થી વધુ તળાવો બનાવીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવાના પોતાના પરોપકારી કાર્યો વિશે વાત કરી. તેમણે પોતાના પુત્રના જીવનના ઉદાહરણ દ્વારા ‘અનુભવ જ સાચી સંપત્તિ છે’ નો સંદેશ આપ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લીધો અને મુખ્ય અતિથિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેમણે જીવનમાં પાંચ સૂત્રોનો ધ્યેય બનાવવા જણાવ્યું. જેમાં, હું જ સર્વશ્રેષ્ઠ છું, જે ધારું એ કરી શકું છું. ભગવાન હંમેશા મારી સાથે છે. હું વિજેતા છું. આજે નવો દિવસ છે. હું નેતૃત્વ કરી શકું છું. આ સૂત્રો લઈને ચાલવાથી જીવનમાં સફળતાં જરૂર મળે છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપાની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની ખાનગી કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

શહેરા તાલુકાના ધાધલપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા અગિયારસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!