વાડી,ઇ.એમ.આર.એસ.શાળા ઉમરપાડા.ઉમરપાડા તાલુકાના બિલવાણ કેમ્પસમાં પાણી પાઇપ જોડાણ માટે રૂપિયા 2.54 કરોડ મંજૂર કરાયા. વાંકલ :: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ.વાડીના 353 બાળકો ઇએમઆરએસ શાળા. માંગરોળના 278 બાળકો. ઇએમઆરએસ શાળા.ઉમરપાડા ના 98 બાળકો તથા ઇએમઆરએસ શાળા.મહુવાના 22 બાળકો સૈનિક શાળા વાડીના કેમ્પસમાં કુલ 751 બાળકો અભ્યાસ કરે છે. શાળા કેમ્પસમાં પાણીનો પૂરતો સ્રોત નો હોવાના કારણે અભ્યાસ કરતા બાળકોને પાણીની તકલીફ પડતી હોવાની સુરત જિલ્લા મહિલા બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા.. સુરત જિલ્લા સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા.. જિલ્લા પંચાયતના સભ્યો રાજુભાઈ વસાવા,તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા તાલુકા પંચાયતના સદસ્ય.. સંગઠનના હોદ્દેદારો અગ્રણી કાર્યકર્તાઓ. સરપંચ અને ડેપ્યુટી સરપંચઓ તથા આગેવાનોએ કાકરાપાર,સઠવાવ પાણી પુરવઠા યોજના માટે શાળા કેમ્પસમાં પાણીના પાઇપ જોડાણા પૂરા પાડવા અંગે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવાને રજૂઆત કરી હતી જે રજૂઆત અંગે તેઓશ્રીએ પાણી પુરવઠા મંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે રાજ્ય સરકારએ પાણીના પાઇપ જોડાણ માટે સૈનિક શાળાને રૂપિયા 2.10 કરોડ તથા ઇએમઆરએસ.ઉમરપાડાના બિલવાણ માટે રૂપિયા 43.47લાખ આમ કુલ રૂપિયા 2.54 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આમ ઉપરોક્ત કામ મંજુર થતાં શાળાના બાળકો,શાળા સ્ટાફ તથા ઉમરપાડા તાલુકા ના પ્રજાજનોએ ગણપતસિંહ વસાવા તથા પાણી પુરવઠા મંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવાના રજૂઆતના પગલે કાકરાપાર.. સઠવાવ પાણી પુરવઠા યોજનામાંથી સૈનિકશાળા
Advertisement
