અંક્લેશ્વરના હાંસોટ રોડ પર તુલસી સ્કેવર કોમ્પ્લેક્ષમાં ક્વિન ફેબ ફેમિલી સ્પા ના નામે દુકાન પર દરોડો
ભરૂચ.
ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને ચોક્ક બાતમી મળી હતી કે હાંસોટ રોડ પર આવેલાં તુલસી સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી ક્વિન ફેબ ફેમિલી સ્મા નામની દુકાનમાં ગેરકાયદે રીતે દેહવિક્રિયતાનો ધંધો ચાલે છે. જેના આધારે ટીમે છટકું ગોઠવી સ્થળ પર દરોડો પાડતાં ક્વિન ફેબ ફેમિલી સ્પાની મહિલા સંચાલિકા ઝડપાઇ ગઇ હતી. જે મુળ દિલ્હીની વતની હોવાનું માલુમ પડ્યું હતું. દેહવિક્રિયતાના વ્યવસાયનો મુખ્ય સુત્રધાર અંક્લેશ્વરના આમોલી રોડ પર આવેલાં સર્વોદય નગર ખાતે રહેતો સોએબ અબ્દુલ ફારૂક હોવાનું માલુમ પડ્યું હતું. તે સ્થળ પર ન હોઇ તેને ટીમે વોન્ટેડ જાહેર કર્યો હતો. ટીમે સ્થળ પરથી કુલ 6 હજારથી વધુની રોકડ તેમજ 3 મોબાઇલ મળી 14 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે મહિલા સંચાલક સહિત મુખ્ય સુત્રધાર સોએબ અબ્દુલ ફારૂક વિરૂદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ 1956ની કલ 3,4,5,7 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
