Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની સોનમ સોસાયટી પાછળ જુગાર રમતાં 4 આરોપીઓ ઝડપાયા

Share

એલસીબીએ 15 હજાર રોકડા, ત્રણ મોબાઇલ મળી 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારના કેસો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળા એલ.સી.બી. ભરૂચની ટીમે અંકલેશ્વરના રાજપિપળાર રોડ પર આવેલી સોનમ સોસાયટી પાછળ ગેરકાયદે ચાલી રહેલા જુગારખાનામાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં જુગાર રમતા 4 આરોપીઓ દિપ્તેશ અશોક પટેલ, આશિષ સુરેશ તિવારી, મોહિત રામપ્રસાદ માલી તેમજ રાજકમલ રમેશ માલીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 15 હજાર રોકડા તથા ૦૩ મોબાઇલ ફોન સહિત કુલ કીમત 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અંકલેશ્વર જી.આઇ.ડી. સી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ઝઘડિયાના લીમોદ્રા ગામેથી વરલી-મટકાનો જુગાર રમાડતા જુગારીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચનાં વડદલા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન અરૂણસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!