Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83 હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું

Share

ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં વીજ ગ્રાહકને રૂ.83 હજારનું વીજ બિલ આવવાના મામલામાં વીજ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇનવટરમાં ખામી સર્જાતા વધુ વીજ બિલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે

દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83 હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો.ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ઈન્વર્ટરમાં ખામી થઈ જતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રિડ પરથી ગણવામાં આવ્યો.વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે રૂ.28,000 બિલ ભરવાનું રહેશે.વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

 

બાઈટ

નિલેશ પ્રજાપતિ-વીજ ગ્રાહક

યુ.પી.ઉડવાડીયા-એક્ઝિક્યુટિવ એન્જીનીયર,DGVCL


Share

Related posts

ઉર્વશી રૌતેલાએ LV બ્રાન્ડનો રૂ. 7 લાખનો લુક બતાવ્યો…

ProudOfGujarat

ભરૂચ : કરજણ તાલુકાનાં નારેશ્વર ખાતે આવેલ રંગ અવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે…

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વેરાકુઇ અને ઉમેલાવ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રૂપિયા 2.20કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!