Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દયાદરા પાસે બે બાઇક સામસામે ભટકાતાં બેનાં મોત : એક ગંભીર

Share

ભરૂચ.
આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં મહમદ સોબાન સાજીદ ખુજીના પિતા સાજીદભાઇ તેમજ પિતરાઇ ભાઇ મોહંમદઆસીફ મુસ્તાક ખુજી બાઇક પર દયાદરા ગામથી કેલોદ જવાના રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં જંબુસર જવાના રોડ પરથી એક બાઇક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની બાઇક હંકારી લાવી તેમની બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતાં બન્ને બાઇક સવારો રોડ પર પટકાયાં હતાં. જેમાં ત્રણેયને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તેમજ આસપાસના લોકો તુરંત સ્થળ પર એકત્ર થઇ ગયાં હતાં. અને 108ને જાણ કરતાં તે તુરંત સ્થળ પર દોડી આવી હતી. દરમિયાનમાં મહમદ સોબાનને પણ તેમના પરીચિતે ફોન કરી ઘટનાથી વાકેફ કરતાં તેઓ પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસતાં સોબાનના પિતરાઇભાઇ તેમજ અન્ય બાઇકના ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેના પિતાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

લુણાવાડામાં આઝાદ સેવા સંઘ દ્વારા દિલ્લીમાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર મૌલવીને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

નડિયાદ : અશક્ત મતદારો લોકશાહીને મજબૂત કરવા કરે છે ઘર બેઠા મતદાન.

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!