Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગાર્ડન સિટી ગરબા – “ઓલ્ડ વિલેજ” થીમ સાથે અનોખું આયોજન

Share

આજરોજ ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ વર્ષે “આઈ આરાધના” ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે. ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય.

આ વખતે “Quit Drugs Save Life” મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે. યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે.ગરબા કાર્યક્રમ દરમિયાન 60થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા, જે સારેગામાપાના ફાઈનલિસ્ટ છે, તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે. સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે. આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે.આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઇન સિસ્ટમ રાખવામાં આવી છે. ક્યુ.આર. કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે. નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઇફાઇ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે.

Advertisement

આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે. ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રી ૧૧ દિવસ સુધી ઉજવાશે, જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે.

Bite :-

– જે દી ઠુંમ્મર, આયોજક

– મહર્ષિ પંડ્યા, સારેગામાપા ફાઈનલ લિસ્ટ


Share

Related posts

મહીલાઓ દ્રારા અનોખા ગરબામા મન મુકીને ગરબા રમે છે દીકરીઓ.

ProudOfGujarat

ઉમરપાડાના ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે રામસિંગ વસાવાની વરણી થઈ

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!