Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આમ આદમી પાર્ટીનું કલેકટર કચેરી નજીક ખરાબ રસ્તાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની ધરપકડ

Share

ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી આજે વહીવટી તંત્ર સામે આક્રોશિત થઈ. શહેરના મુખ્ય માર્ગ પર કલેકટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ બેસીને ઉપગ્રહ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા.તાજેતરમાં જ શહેરમાં ડિમોલેશન અને દબાણ હટાવવાના ઝુંબેશ દરમિયાન પણ આમ આદમી પાર્ટીએ વહીવટી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “શહેરમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અંગે તંત્ર કોઈ પગલા લેતું નથી.”આ મુદ્દે શહેરજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જનહિતના મુદ્દાઓને અવગણનાર તંત્ર સામે તેમનો આંદોલન અવિરત રીતે ચાલુ રહેશે.

Advertisement

Share

Related posts

ઉભેલાં ટ્રેલરમાં ભટકાતાં બાઇક સવાર યુવાનનું મોત

ProudOfGujarat

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!